વલસાડ: વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો કેસ, ઘટના સ્થળના 18 કિમી દૂરથી 12 દિવસે આરોપી ઝડપાયો
Valsad News : વલસાડના પારડીના મોતીવાળામાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું. સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે 10થી વધુ ટીમ બનાવીને તપાસ આદરી હતી. જેમાં આરોપી વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતો હોવાની જાણકારી GRPની ટીમ જાણ થઈ હતી. આ પછી પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.
દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી ઝડપાયો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ફાટક પાસે રહેતા એક પરિવારની દીકરી ટ્યુશનમાં ગયા પછી ઘરે પરત ફરી ન હતી. સમગ્ર ઘટનામાં દીકરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેમાં દીકરી પર દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પછી પોલીસે આરોપીને ઝડપા પાડવા વિવિધ ટીમો બનાવી હતી. જેમાં પોલીસ દ્વારા ઘટના સ્થળના 18 કિ.મી. દૂરથી 12 દિવસે મૂળ હરિયાણાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : IPS પિયુષ પટેલ ગુજરાત કેડરમાં પરત ફરશે, સરકાર સોંપી શકે છે IBનો હવાલો
શું હતી સમગ્ર ઘટના?
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ફાટક પાસે રહેતા પરિવારની દીકરી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની 14 નવેમ્બરે ટ્યુશન પર ગઈ હતી, પરંતુ આ પછી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં વિદ્યાર્થિની મોતીવાળા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ દીકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જેમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પરિવારના લોકોએ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.