રાજકોટના રોડ પર સીનસપાટા કરનારા સુધરી જજો! પોલીસે 24 સ્ટંટબાજોને 10 બાઈક અને 2 કાર સાથે ઝડપ્યા
Rajkot News : ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિતમાં કેટલાક શખ્સો દ્વારા પોતાની અને લોકોની જિંદગીને જોખમમાં મુકીને બેફામ રેસિંગ કરતા હોવાની કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે રાજકોટમાં રેસિંગ કરનારા પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે જાહેરમાં સ્ટંટ કરીને રેસ કરનારા 24 શખ્સો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પોલીસે 10 બાઈક અને 2 ફોર વ્હિલર સહિતના વાહનો કબજે કર્યા.
પોલીસે 24 સ્ટંટબાજોને 10 બાઈક અને 2 કાર સાથે ઝડપ્યા
રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લામાં કેટલાક શખ્સો બાઇક અને કાર પર સ્ટંટ કરીને શૉ-બાજી કરવાની સાથે રેસ યોજતા હોવાના કિસ્સામાં બહાર આવતા હોય છે, ત્યારે ગત બુધવારે રાજકોટથી જામનગર રેસ યોજી હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે નિર્દોષ લોકોના જીવને જોખમમાં મુકીને બાઇક-કાર પર સ્ટંટ કરીને રેસ કરનારા 24 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે 10 બાઇક અને 2 કાર કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં રેસિંગ થવાની હોવાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. આ પછી પોલીસે વૉચ ગોઠવી હતી. જેમાં પોલીસે ભારત હોટલ પાસેથી રેસિંગ કરનારાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે પડધરી પોલીસે 24 વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.