વડોદરા દુષ્કર્મ કેસ: પીડિતાની સાઇકલ પુનિત નગર ના બંધ મકાન ના કચરા માંથી મળી: વધુ એક સિક્યુરિટી જવાન ઝબ્બે
વડોદરા, તા. 25 નવેમ્બર, 2021, ગુરૂવાર
વડોદરાના ચકચારી સામુહિક દુષ્કર્મ કેસમાં મૃતક યુવતીની ગુમ સાયકલ આખરે 25 દિવસ બાદ પોલીસે શોધી કાઢી છે.
આ કેસમાં પોલીસે બીજા એક સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી પુનિત નગર સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી બંધ રહેલા મકાનમાં પોલીસે તપાસ કરતા પિતાની ગુમ થયેલી સાયકલ મળી આવી છે .
લીવે પોલીસે તપાસ કરતા અકોટા ના ભૂમિત નગર ના મકાન નંબર 13 એ જેની ઉપર અવની નામ લખેલું છે જે મકાનની ઝડતી લેતા કચરામાં પાડી દીધેલી સાઇકલ મળી આવી હતી.
તાજેતરમાં પીડિતાની ગુમ સાયકલ સાથે ખાનગી સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડને પીડિતાની સાઇકલ સાથે ઝડપી લીધો અને તેની ખરાઇ કરાવતાં તે પીડિતાની સાઇકલ જ હોવાનું સામે આવ્યું છે. મહેશ રાઠવા નામના સિક્યુરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે પણ માહિતી મળી શકે, તે આધારે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. સિક્યોરિટી ગાર્ડે બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં સાયકલ છુપાવી હતી. પૂછપરછમાં સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે, તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી મળી, જે બાદ બંગલાના આસોપાલવના ઝાડ નીચે છુપાવી દીધી હતી અને ટાયર કાઢી નાંખ્યા હતા.
તો આજે આ કેસમાં બીજા સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની અટકાયત કરવામાં આવી છે. કમલેશ રાઠવા અને મહેશ રાઠવા બંનેના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા છે અને આ કપડાને એફએસએલમાં તપાસ માટે મોકલાયા છે. રેલવે એલ.સી.બી પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું છે. એક ટાયર સિક્યોરિટી ગાર્ડએ નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનો ખુલાસો કર્યો હતો. સિક્યોરિટી ગાર્ડના ત્રણ થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યા છે.