ખેડામાં વર અને કન્યા પક્ષમાં DJની એવી હરીફાઈ જામી કે પોલીસ ફરિયાદ નોંધાઈ, જુઓ VIDEO
Competition Between DJ Operators In Kheda: ખેડા જિલ્લામાં DJ સંચાલકો બેફામ બન્યા હતા. એક લગ્નપ્રસંગમાં વર-કન્યા પક્ષના DJ સંચાલકો કોનું મ્યુઝિક વધારે વાગે તેને લઈને કોમ્પિટશન જોરશોરથી DJ વગાડ્યું હતું. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ DJ સંચાલકો સમજ્યા ન હતા. આખરે પોલીસ ફરિયાદ નોંધી હતી અને બંને DJના માલિકોની અટકાયત કરાઈ હતી.
ખેડામાં લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો અને તે વરઘોડામાં બે ડીજે સંચાલકો વરઘોડામાં સામસામે એક રોડ પર આવ્યા હતા. આ દરમિયાન કોનું DJ જોરદાર વાગે તે સાબિત કરવા DJના સંચાલકોએ ફુલ અવાજમાં ગીતો વગાડ્યા હતા. કેટલાય લોકો DJના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો. દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ DJ સંચાલકો સમજ્યા ન હતા. જેથી અંતે દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો: નવસારીમાં દોઢ વર્ષથી આચાર્ય વિના ચાલે છે શાળા, ગ્રામજનોએ કરી તાળાબંધી
ઉલ્લેખનીય છે કે, પોલીસે બંને DJના માલિકોની અટકાયત કરીને બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, જાહેરમાં DJ વાગડવા પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માગ છે.