શોભાયાત્રાને અનુલક્ષીને પોલીસ બંદોબસ્તનું રિહર્સલ
ઘોડેસવાર પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવશે
વડોદરા,પરશુરામ જયંતીને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા આજે શોભાયાત્રાના રૃટ પર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આવતીકાલે ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે સાંજે શોભાયાત્રા નીકળનાર છે. વાઘોડિયા રોડથી નીકળનારી શોભાયાત્રા ગાંધીનગર ગૃહ થઇ પંચમુખી મહાદેવ મંદિર આવીને પૂર્ણ થશે. આ શોભાયાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સાંજે શહેર પોલીસ દ્વારા શોભાયાત્રાના રૃટ પર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, શોભાયાત્રાના રૃટ પર ત્રણ લેયરમાં બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા આસ્કા લાઇટ પણ મૂકવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવશે.