Get The App

જામનગરમાં ગુરુદ્વારા નજીક પાર્ક કરવામાં આવેલી બે ખાનગી લક્ઝરી બસમાંથી ચાર નંગ બેટરીની ચોરી થયાની પોલીસ ફરિયાદ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગુરુદ્વારા નજીક પાર્ક કરવામાં આવેલી બે ખાનગી લક્ઝરી બસમાંથી ચાર નંગ બેટરીની ચોરી થયાની પોલીસ ફરિયાદ 1 - image


જામનગરમાં ગુરુદ્વારા નજીક પાર્ક કરવામાં આવેલી બે ખાનગી લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો રૂપિયા 20 હજાર ની કિંમતની ચાર નંગ બેટરીની ચોરી કરી લઈ ગયા હતા.

જે બેટરીની ચોરીના બનાવ અંગે લક્ઝરી બસના માલિક ભરત રાણાભાઇ રબારી નામના ટ્રાવેલ્સ સંચાલકે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ. મકવા એ બનાવના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી છે, અને નજીકના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.


Google NewsGoogle News