Get The App

જામનગરના વેપારીએ વેરાની બાકી નીકળતી રૂ.1.6 કરોડની રકમ નહીં ભરતાં પોલીસ ફરિયાદ

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
જામનગરના વેપારીએ વેરાની બાકી નીકળતી રૂ.1.6 કરોડની રકમ નહીં ભરતાં પોલીસ ફરિયાદ 1 - image


Jamnagar : જામનગર શહેરના રાજકોટ ધોરીમાર્ગ પર આવેલી યમુના મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ નામના ઓટો મોબાઇલ કંપનીના સંચાલકો, પ્રાણજીવન પરમાણંદ ગોકાણી, સવિતાબેન પ્રાણજીવન ગોકાણી, રાહુલ પ્રાણજીવન ગોકાણી, તેજલ પ્રાણજીવન ગોકાણી, પ્રિયાંશુ સંજય ગોકાણી, સંજય પ્રાણજીવન ગોકાણી, યોગેશકુમાર ભગવાનજીભાઇ વિઠ્ઠલાણી, પુષ્પાબેન યોગેશભાઇ વિઠ્ઠલાણીએ ગુજરાત મુલ્યવર્ધિત વેરા (વેટ) અધિનિયમ-2005 અન્વયે વર્ષ 2008-9 માં કુલ રૂપિયા 1,06,40,751 જેટલી રકમ આજ દિવસ સુધી ભરપાઇ નહીં કરતાં છેવટે રાજય વેરા અધિકારીએ પંચ-બી પોલીસ મથકમાં યમુના મોટર્સના સંચાલકો, વિરૂદ્ધ ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા (વેટ) અધિનિયમ કલમ 85 મુજબ ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News