Get The App

જામનગરમાંથી ખાનગી ઇન્ટરનેટ કંપનીનો રૂપિયા 86,000 નો કેબલ ચોરી કરી જવા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
જામનગરમાંથી ખાનગી ઇન્ટરનેટ કંપનીનો રૂપિયા 86,000 નો કેબલ ચોરી કરી જવા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ 1 - image


Jamnagar Theft Case : જામનગર શહેરમાં મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં પાથરવામાં આવેલા ઇન્ટરનેટ કંપનીના રૂપિયા 86,000 ની કિંમતના 4,780 મીટર કેબલની ચોરી કરી જવા અંગે જામનગરના બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર શહેરમાં મૂળ રાજકોટની જીટીપીએલ સંસ્થા દ્વારા ઇન્ટરનેટના કેબલ બિછાવવામાં આવ્યા છે, જે પૈકી મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાંથી 86,360 ની કિંમતના અંદાજે 4,780 મીટર જેટલા ઇન્ટરનેટના કેબલની ચોરી થઈ હતી. જે કેબલની ચોરી કરવા અંગે તેમજ ફરીથી અહીં કેબલ નહીં પાથરવા અંગે યુવા પાર્ક સોસાયટીમાં રહેતા યુસુફ ઉર્ફે પપ્પુભાઈ ખફી તેમજ સમીરભાઈ ખફી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 રાજકોટના જીટીપીએલના શક્તિસિંહ પ્રતાપસિંહ ઝાલાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં બંને સામે ચોરી અને ધમકી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બી.એન.એસ કલમ 303(2), 351(3) અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News