થર્ટી ફર્સ્ટની આખી રાત પોલીસ દ્વારા કોમ્બિંગ, પ્રોહિબીશનના અનેક કેસ
જામનગર, મોરબી, ખંભાળિયા તથા વીરપુરમાં
દીવથી થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને આવતા અનેક નશાખોરો ખડાધાર આઉટ ચેક પોસ્ટ ખાતે પકડાયા
જામનગરમાં પોલીસ તંત્રની અલગ અલગ ટુકડીઓ શહેરની ભાગોળે જુદી-જુદી ચેક પોસ્ટ પર ગોઠવાઈ ગઈ હતી. અને મોટા પાયે વાહન ચેકિંગ કર્યું હતું. રાત્રિના દસ વાગ્યાથી લઈને વહેલી સવાર સુધી ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. જે લોકો રાત્રિના સમયે ડ્રાઇવ કરીને નીકળ્યા હતા, તે તમામને રોકી ને બ્રેથ એનાલાઇઝરની મદદથી ચકાસણી પણ કરવામાં આવી હતી. પોલીસ તંત્રની આ સમગ્ર કવાયતને લઈને મોટાભાગના નશાખોરો ભોં ભીતર થઈ ગયા હતા.
ખંભાળીયામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના તહેવારોને અનુલક્ષીને સઘન કોમ્બિંગ તેમજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીંના ડીવાય એસપી તેમજ પી.આઈ.ની ટીમ દ્વારા અહીંના નગર ગેઈટ, ચાર રસ્તા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુદી જુદી ટુકડીઓ દ્વારા આ કામગીરી કરાઈ હતી. અને ગુના નોંધાયા હતા.
મોરબી જિલ્લામાં ૩૧ ડીસેમ્બરના ઉજવણી નિમિતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે જિલ્લા પોલીસે કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખી રાત્રી દરમિયાન કુલ ૧૩ જેટલી ટીમો બનાવી મહિલા સુરક્ષાને ધ્યાને લઈને સી ટીમ તેમજ ટ્રાફિક અલગ ટીમો બનાવી કુલ ૧૫ ટીમોએ કોમ્બિંગ કરી કામગીરી કરી હતી. જિલ્લા પોલીસના ૨ ડીવાય એસપી, ૧૪ પીઆઈ અને ૨૭ પીએસઆઈ ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડીના કુલ ૬૦૦ જવાનોએ કોમ્બિંગ નાઈટ દરમિયાન કામગીરી કરી હતી.તથા પ્રોહીબીશન સહિતના અનેક કેસ કરાયા હતા.
દીવમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને આવતા નશાખોરોને પકડવા ખાંભાની ખડાધાર આઉટ ચેકપોસ્ટ ખાતે ખાંભા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાં અનેક નશાખોરો પકડાયા હતા.જ્યારે વીરપુરમાંના પ્રવેશદ્વારે તથા શહેરમાં પાલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું.પીઓઇ એસ.જી.રાઠોડ દ્વારા બોડી વોન કેમેરા સાતે પોલાસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.પીઠડિયા ટોસપ્લાઝાએ ઉપરાંત ૧૮ જેટલાં ગામોમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું.