ગોરવામાં પકડાયેલા ગાંજાનો સપ્લાયર યોગેશ ઝડપાયો
વડોદરાઃ ગોરવા વિસ્તારમાં પકડાયેલા ગાંજાના કેસનો સપ્લાયર પોલીસે ઝડપી પાડયો છે.
ગોરવા વિસ્તારમાં રહેતા અર્જુન માળીને એસઓજી પોલીસે ઝડપી પાડી રૃ.૧૦ હજાર ઉપરાંતની કિંમતનો ૧ કિલોથી વધુ ગાંજો કબજે કર્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો યોગેશ રમેશભાઇ હિરવે(અમૃતનગર, સમતા)એ સપ્લાય કર્યો હોવાની માહિતી મળતાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.પોલીસે આજે તેને ઝડપી પાડી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે.