ફરાર આરોપીઓને પકડવા ઝુંબેશઃ રેપ કેસનો આરોપી આસામથી પકડાયો,લાખોના દારૃના કેસનાે આરોપી પણ પકડાયો
વડોદરાઃ શહેર પોલીસ દ્વારા લાંબા સમયથી હાથમાં નહિ આવતા આરોપીઓને પકડવા માટે ઝુંબેશ હાથ ધરાઇ છે.જે દરમિયાન બે વધુ બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
જવાહરનગર વિસ્તારમાં વર્ષ-૨૦૨૦માં અફઝલઅલી બાબુલ હુસેન(મદરતલી મિકિર ગામ,નગાવ,આસામ) છેલ્લા બે વર્ષથી કોર્ટ સમક્ષ હાજર નહિ થતો હોવાથી તેને પકડવા વોરંટ કાઢવામાં આવ્યું હતું.જવાહનગરના પીઆઇ એબી મોરી અને ટીમે આસામ ખાતે વોચ રાખી આરોપીને ઝડપી પાડયો છે.
આવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચે નામચીન પ્રકાશ ઉર્ફે પકો ધનજીભાઇ ઠાકોર(અમરદીપ કોમ્પ્લેક્સ,કલાદર્શન પાસે,વાઘોડિયારોડ મૂળ રહે.ભરતવાડી,ડભોઇ રોડ)ને ઝડપી પાડયો હતો.આરોપીની બાપોદ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલા રૃ.૨૦લાખના દારૃના કેસમાં,છોટાઉદેપુરમાં ઇકોકાર સાથે પકડાયેલા દારૃના રૃ.૫ લાખના કેસમાં અને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રૃ.૩.૨૩ લાખના દારૃના કેસમાં સંડોવણી ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય પોલીસ સ્ટેશનને જાણ કરી છે.