ડ્રગ્સ અવેરનેસ સામે વડોદરા શહેર પોલીસની સ્કૂલોમાં ઝુબંશ,મિશન ક્લિનની માહિતી આપી
વડોદરાઃ શહેર પોલીસે વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ અવેરનેસ માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.જે અંતર્ગત કલાલી વિસ્તારની સ્કૂલમાં આજે કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણની અત્યારથી જ જાણકારી મળે તો તે તેનાથી દૂર રહેશે અને બીજાને પણ દૂર રાખશે.જેથી પોલીસ કમિશનરે સ્કૂલોમાં જાગૃતિના કાર્યક્રમ યોજવા સૂચના આપી છે.
આજે કલાલીની સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણ વિશે માહિતી આપવામાં આવી હતી અને શહેર પોલીસ દ્વારા મિશન ક્લીન જેવા અભિયાનની પણ માહિતી આપવામાં આવી હતી.