Get The App

ભાવનગરમાં ક્રૂર સાવકી માતાની ધરપકડ, બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવતી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં ક્રૂર સાવકી માતાની ધરપકડ, બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવતી 1 - image


Bhavnagar News : ગુજરાતના ભાવનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાવકી માતાએ નવ વર્ષની બાળકીના વાળ અને ભ્રમર કાપી કાઢ્યા હતા અને બાળકીને પંખે લટાકાવીને તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે સાવકી માતાની ધરપકડ કરી છે. 

શું હતી સમગ્ર ઘટના? 

ભાવનગરની શ્રી રામ સોસાયટીમાં એક સાવકી માતા દીકરી પર અત્યાચાર કરતી હતી અને નવ વર્ષની માસૂમ દીકરી પાસે તે ઘરનું બધું જ કામ કરાવતી હતી. ઘરના વાસણ-કપડાં ધોવાથી માંડી કચરા-પોતું કરાવવાનું પણ કામ કરાવતી હતી. તેમ છતાં બાળકીને જમવાનું ન આપતી, તેમજ તેને ઢોર માર મારતી હતી. આ સાથે જ તેણે બાળકીના માથાના અને ભ્રમરના વાળ પણ કાપી નાંખ્યા હતાં. આ ક્રૂર માતા આટલેથી ન અટકી અને માનવતાને શર્મસાર કરી દીકરીને પંખે પણ લટકાવી દીધી હતી. 

ભાવનગરમાં ક્રૂર સાવકી માતાની ધરપકડ, બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવતી 2 - image

આ પણ વાંચો : ભાવનગર: સાવકી માતાની ક્રૂરતા, બાળકીના વાળ-ભ્રમર કાપી, મોઢે ટેપ બાંધી પંખે લટકાવી, પાડોશીઓ આવ્યા મદદે

બાળ કલ્યાણ વિભાગે બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું

આ ઘટના પછી, બાળ કલ્યાણ વિભાગ દ્વારા બાળકીનું રેસ્ક્યુ કરીને તેને સાવકી માતાથી છોડાવવામાં આવી હતી. આ ક્રૂર માતા બંને દીકરીઓ સાથે આવું વર્તન કરતી હતી. બાળ કલ્યાણ વિભાગ દ્વારા સાવકી માતાની ક્રૂરતા સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી અને બાળકીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Bhavnagar

Google NewsGoogle News