Get The App

ખેતરમાં તુવેરની આડમાં ગાંજાની ખેતી, 340 છોડ સાથે અમરેલીના ખેડૂતની ધરપકડ

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
ખેતરમાં તુવેરની આડમાં ગાંજાની ખેતી, 340 છોડ સાથે અમરેલીના ખેડૂતની ધરપકડ 1 - image


Amreli News : ગુજરાત ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લામાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ગાંજાની ખેતી કરતા ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો : દ્વારકાના નાગેશ્વરમાં 24 કુંજ પક્ષીનો શિકાર, વન વિભાની ટીમ પહોંચતા શિકારીઓ થયા ફરાર

ખેતરમાં તુવેરની આડમાં ગાંજાની ખેતી, 340 છોડ સાથે અમરેલીના ખેડૂતની ધરપકડ 2 - image

340 ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતું

અમરેલી જિલ્લામાં ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અરજનભાઈ વેકરિયાના ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે SOG ટીમે બાતમીના આધારે ખેતરમાં રેઈડમાં મારી હતી. જેમાં પોલીસે 340 ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ પછી પોલીસે ગાંજાના છોડ જપ્ત કર્યો હતો અને ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Amreli

Google NewsGoogle News