વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપીને રાજકોટમાંથી પોલીસે ઝડપી પાડ્યો
Vadodara : વડોદરા ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક સ્કોડ બનાવામાં આવી હતી. આ ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઇ હતી અને રાજકોટમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.
ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગોરવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપીને શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારી દ્વારા સુચના આપવામાં આવી હતી. જે આધારે ગોરવા પોલીસ દ્વારા હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સ આધારે શોધખોળ કરી રહી હતી. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી નામે આનંદકુમાર જયકુમાર જોષી (રહે.હાલ.અલીયાબાડા(શેખપાટ) વાડી વિસ્તાર, વોટરપાર્ક પાસે, જામનગર નાનો) રાજકોટ ખાતે હાલમાં રહે છે. હાલમાં રાજકોટ બસ સ્ટેન્ડની પાછળ આટાફેરા મારે છે જેના જે બાતમી આધારે સ્કોડની ટીમે તમે મુજબની જગ્યા ઉપર પહોંચીને ગુનાનો નાસતો ફરતો આરોપી નામે આનંદકુમાર જયકુમાર જોષી શોધખોળ માટે રવાના થયેલ અને ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યા ઉપર પહોંચીને આરોપી આનંદકુમાર જયકુમાર જોષીને ઝડપી પાડ્યો હતો.