નડિયાદના બનાવ બાદ ભાવનગર પોલીસ એક્શનમાં, બે દુકાનોમાંથી સિરપની 15 બોટલો ઝબ્બે
બન્ને દુકાનદારો વિરુદ્ધ ગુનો દાખલ : ગઢડા, તળાજા, સિહોરમાંથી સિરપની બોટલો કબ્જે
police action In Bhavnagar : ભાવનગર શહેરમાં આવેલી બે કોલ્ડ્રિંકની દુકાનોમાંથી પેરોલ ફર્લો સ્કવોડે ડ્રાઇવ દરમ્યાન મેઘાસવ અસવ અરીષ્ટા બોટલ નંગ-05 તથા અન્ય આયુર્વેદિક સીરપના નામે વેચાતી બોટલ નંગ-10 મળી કુલ બોટલ નંગ-15 કબ્જે કરી હતી. તદઉપરાંત ગઢડા, સિહોર અને તળાજા ખાતેથી પણ સીરપની બોટલો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મળેલ માહિતી આધારે ભાવનગર, બાલયોગીનગર સામે આવેલ વચ્છરાજ કોલ્ડ્રીકસ નામની દુકાનમાં તથા ભાવનગર, ખેડુતવાસ, બુધ્ધ સર્કલ, મચ્છીબજાર ચોકમાં આવેલ ગીરનારી સોડા સેન્ટર નામની દુકાનમાં રેઇડ કરી આયુર્વેદિક સીરપના નામે વેચાતી અને નડિયાદમાં નશા માટે ઉપયોગમાં લેવાયેલ સીરપની બોટલ નંગ-15 બોટલો કબજે કરી દુકાનદારો હિંમતભાઇ દુલાભાઇ સોલંકી ઉ.વ.52 (રહે.પ્લોટ નંબર-35,બાલયોગીનગર, ઘોઘા રોડ, ભાવનગર) રમેશભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.50 (રહે.પ્લોટ નંબર-૫૫, મચ્છીબજાર ચોક, બુધ્ધ સર્કલ,ખેડુતવાસ, ભાવનગર) વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
બે દુકાનદારો વિરુદ્ધ એસ.ઓ.જીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉપરાંત નડિયાદ ખાતે નશા માટે આયુર્વેદિક સીરપ કાલ મેઘાસવ અસવ અરીષ્ટા પીધા બાદ થયેલ મૃત્યુના બનાવ અંગે રાજયભરમા આપવામા આવેલ આયુર્વેદિક સીરપના નામે વેચાતી બોટલ ધારક વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે આપવામા આવેલ સિહોર પોલીસે યોજેલી ડ્રાઇવ દરમ્યાન સાહુલ પાનની દુકાનના માલીક સિરહાનભાઇ ઉર્ફે ઘુઘાભાઇ દિલાવરભાઇ દસાડીયા( ઉ.વ ૪૦ )ના કબ્જામાંથી આયુર્વેદિક સીરપના નામે વેચાણ થતી અલગ અલગ બોટલો મળી નંગ-143 કિ રૂ 21450નો મુદામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ભાવનગરનાં ફરીયાદકા ચોકડી પાસે આવલા માતૃ કૃપા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ખાતે નશાકારક પ્રવાહી સીરપની બોટલ નંગ 24 રૂ.3600નો એસ.ઓ.જીએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગઢડા પોલીસ સ્ટાફના સ્ટાફ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોક્કસ બાતમી રાહે ગઢડા, બોટાદ રોડ પર આવેલ રાજ આઇસ્ક્રીમ ગોડાઉન માંથી 400 એમએલની પ્લાસ્ટીકની સીરપની 80 નગ બોટલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.