અમરેલીમાં ઝેરી મધમાખીએ એક પરિવાર પર કર્યો હુમલો, 2 બાળકો સહિત 4 લોકો ઈજાગ્રસ્ત
Amreli Bees Attack: અમરેલીના રાજુલાના ચારોડિયા નજીક એક મજૂર પરિવાર પર ઝેરી મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે બાળકો સહિત મજૂર પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચી છે. મધમાખીઓએ ડંખ માર્યા હોવાથી પરિવારના તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ચાર લોકોમાંથી બે બાળકોને ગંભીર ઈજા પહોંચી છે.
ઝેરી મધમાખીએ કર્યો હુમલો
અમરેલીમાં રાજુલા ખાતે પતિ-પત્ની પોતાના બે બાળકો સાથે દરરોજની જેમ મજૂરી કામ માટે જતા હતાં. આ દરમિયાન ઝેરી મધમાખીઓના ઝૂડે અચાનક પરિવાર પર હુમલો કર્યો હતો. મધમાખીઓ મજૂર પરિવાર પર તૂટી પડી હતી અને બાળકો સહિત તમામને ડંખ માર્યા હતાં. મધમાખીઓના ઝેરી ડંખની પરિવારને ગંભીર અસર થતાં તેમને તાત્કાલિક 108 બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને ઉલટીઓ પણ થવા લાગી હતી. જેથી ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ ચાઇનીઝ દોરીનો ત્રાસ, અમદાવાદના ઘોડાસરમાં ગળું કપાતાં બાઇક ચાલક યુવકનું ઓન ધ સ્પોટ મોત
બાળકોને થઈ વધુ અસર
બંને બાળકો સાથે માતા-પિતાને મધમાખીના ડંખના કારણે વધુ નુકસાન થયું નથી. જોકે, બાળકોને ડંખ વાગ્યા હોવાથી અને ગભરાઈ ગયા હોવાથી તેમની હાલત થોડી ગંભીર જણાઈ રહી છે. બંને બાળકો સહિત તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.