Get The App

પોદ્દાર વર્લ્ડ સ્કૂલની લોગો વગરનો યુનિફોર્મ પહેર્યો હોવાથી સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી

Updated: Feb 6th, 2025


Google News
Google News
પોદ્દાર વર્લ્ડ સ્કૂલની લોગો વગરનો યુનિફોર્મ પહેર્યો હોવાથી સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી 1 - image

વડોદરાઃ વડોદરા નજીક શેરખી ગામ ખાતેની પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં બે બાળકોને સ્કૂલના લોગો સાથેનો યુનિફોર્મ નહીં પહેર્યો હોવાના કારણે સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ આ બાળકોના વાલીઓએ કર્યો હતો.

સ્કૂલ ખાતે પહોંચેલા વાલીઓએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.તેમનું કહેવું હતું કે, સ્કૂલ દ્વારા યુનિફોર્મનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે અને બહાર મળતા યુનિફોર્મ કરતા મોંઘો હોય છે.અમે બહારથી બાળકો માટે યુનિફોર્મ લીધો હતો પરંતુ તેના પર લોગો નહીં હોવાનું કારણ આપીને સ્કૂલે બાળકોને સ્કૂલમાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી.આજે સ્કૂલમાંથી અમને બાળકોને ઘરે લઈ જવા માટે ફોન આવ્યો હતો અને તેના કારણે અમારે સ્કૂલે દોડવું પડયું હતું.વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલનું વલણ સરકારના નિયમ વિરુધ્ધનું છે.આ પહેલા શિયાળામાં બાળકોએ  યુનિફોર્મમાં ના આવતું હોય તેવું જેકેટ પહેર્યું હતું તો આ જેકેટ કઢાવીને બાળકોને બેસવાની ફરજ પાડવામાં આવી હતી.આમ સ્કૂલ સરકારના નિયમનું જ ઉલ્લંઘન કરી રહી છે.

દરમિયાન આ વાલીની સાથે રજૂઆત કરવા માટે ગયેલા ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરે કહ્યું હતું કે, આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ડીઈઓ કચેરીના એક અધિકારી દોડી આવ્યા હતા અને તેઓ સ્કૂલ સંચાલકોની તરફેણમાં હોય તેવું લાગતું હતું.અમારા માટે આ બાબત આશ્ચર્યજનક હતી.જોકે આ મામલામાં છેવટે વાલીનું સ્કૂલ સંચાલકો સાથે સમાધાન થઈ ગયું હતું.

સ્કૂલમાં બાળકને સજા આપવાની  નીતિ જ નથી, સરકારના નિયમોનું પાલન કરાય છે 

દરમિયાન સ્કૂલના આચાર્યાએ કહ્યું હતું કે, સ્કૂલમાં બાળકોેને સજા આપવાની નીતિ જ નથી એટલે બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવાનો સવાલ આવતો જ નથી.બાળકોને હકારાત્મક રીતે નિયમોનું પાલન કરતા શીખવાડવામાં આવે છે.આ વાલીના અને બીજા કેટલાક બાળકોને પીટીના વર્ગમાં મેદાન પર મસ્તી કરતા હોવાથી શિક્ષકે સ્ટેજ પર બેસાડયા હતા અને આ દરમિયાન શિક્ષકે ટકોર કરી હતી કે, આવું પેન્ટ પહેર્યું છે તો તમે રમશો કેવી રીતે? શિયાળમાં મનગમતું જેકેટ નહીં પહેરવા દેવાનો આક્ષેપ પણ સાવ ખોટો છે.સ્કૂલ સરકારના પરિપત્રનું પાલન કરે છે.ડીઈઓ કચેરીના અધિકારીની હાજરીમાં વાલી સાથેની ગેરસમજ દૂર થઈ છે અને તેમણે ફરિયાદ પાછી ખેંચી લીધી છે.

Tags :
poddar-world-school-of-vadodarauniformvadodara

Google News
Google News