PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અનેક પ્રોજેક્ટનો શિલ્યાન્યાસ કરશે

ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પુરા થવાની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અનેક પ્રોજેક્ટનો શિલ્યાન્યાસ કરશે 1 - image


PM Gujarat visit:  પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાશે આવશે અને આ દરમિયાન તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ સિવાય તેઓ શિલાન્યાસ અને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

PM વાયબ્રન્ટ ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO Office) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પુરા થવાની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ હાજર રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News