Get The App

PM મોદીએ ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ધાટન, જાણો વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સની વિશેષતા

સુરત શહેરમાં બનેલું ડાયમંડ બુર્સ હીરા વ્યાવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બનશે

વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સગવડો અહીં ઉપલબ્ધ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
PM મોદીએ ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ધાટન, જાણો વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સની વિશેષતા 1 - image


Diamond Bourse Surat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં ડાયમંડ બુર્સ (Diamond Bourse)નું ઉદ્ધાટન કર્યું છે. આ વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ છે, જે ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક હબ બનશે.

ડાયમંડ બુર્સનું 67 લાખ ચોરસ ફૂટમાં બાંધકામ

દેશ અને વિદેશમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. આ કોમ્પ્લેક્સનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. આ ડાયમંડ બુર્સ કટિંગ, પોલિશર્સ અને વેપારીઓ સહિત 65 હજાર કરતા પણ વધારે હીરા વ્યવસાયિકો માટે સૌથી મોટું કેન્દ્ર બનશે. 67 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતું આ ઓફિસ કોમ્પ્લેક્સ પેન્ટાગોન કરતાં પણ મોટું છે. આ સિવાય નવ ટાવરમાં પથરાયેલી આ ઈમારત સંપૂર્ણપણે ગ્રીન એટલે કે ઈકો ફ્રેન્ડલી છે. આ કોમ્પ્લેક્સ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ ગણાતું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. આ સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.

ડાયમંડ બુર્સમાં આટલી સુવિધા છે

આ ડાયમંડ બુર્સમાં 4500 ઓફિસ આવેલી છે, જે નાની ડાયમંડ કટિંગ અને પોલિશિંગ વર્કશોપ તરીકે પણ કામ કરી શકે છે. આ ઈમારતની વાત કરીએ તો અહીં આવનારા વર્કરો માટે 131 એલિવેટર લિફ્તેટ મજ ડાઇનિંગ, રિટેલ, વેલનેસ અને કોન્ફરન્સ સુવિધા પણ છે. આશરે 35 એકર જેટલી વિશાળ જમીનમાં 15 માળની આ ઓફિસ કોમ્પ્લેક્સ પથરાયેલું છે. સુરત ડાયમંડ બોર્ડની વેબસાઈટ મુજબ, આ ઈમારતમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર પણ છે, જે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સિવાય તેનો ફ્લોર એરિયા 7.1 મિલિયન સ્ક્વેર ફીટથી વધુ છે. આ કોમ્પ્લેક્સ બનાવવાનો હેતુ ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે. આ ઓફિસ કોમ્પ્લેક્સ બનાવવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.  

10 હજારથી વધુ બાઈક તેમજ 4500 જેટલી કાર પાર્કિંગની સુવિધા

સુરતું આ ડાયમંડ બુર્સ રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે, જેમાં 10 હજારથી પણ વધુ બાઈક તેમજ 4500 જેટલી કારનું પાર્કિંગ છે. આ ડાયમંડ બુર્સ ઓફિસ કોમ્પ્લેક્સના દરેક ફ્લોર પર ફાયર સેફ્ટી માટે સેન્સર છે. આ સિવાય તેમાં 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ તેમજ ટાવર વચ્ચે ત્રણ વિઘામાં લેન્ડસ્કેપિંગ છે, જે તમામ પંચતત્ત્વ થીમ પર ડિઝાઈન કરાઈ છે. 25 ફૂટ ઉંચાઈએ સ્કાયડેક વિઝન વ્યૂવિંગ ગેલેરી  પણ છે, જ્યારે સુરક્ષા માટે એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગ કરાશે. આ સાથે તેમાં હાઉસિંગ કોલોની પણ છે, જ્યાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે. 

PM મોદીએ ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ધાટન, જાણો વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સની વિશેષતા 2 - image


Google NewsGoogle News