જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં હાઈ વોલ્ટેજ વિજ લાઇન નીચે જોખમી બાંધકામોની દુર્દશા
Jamnagar : જામનગરમાં પાણખાણ પાસે ઇન્ડસ્ટ્રીયલ બ્રાસ પાર્ટ કારખાનાઓના વિસ્તારમાં આવેલી પટેલ એસ્ટેટ થી લઈને મૂકતા એસ્ટેટ પાસે થી પસાર થતી 32,000 કે.વી. હાઈ ટેન્શન વિજ લાઇન નીચે ગેરકાયદેસર અને જોખમી કારખાનાઓના બાંધકામોની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે.
આ વિસ્તારમાં પતરાની ઓરડીઓથી માંડીને સ્લેબવાળા બાંધકામો સુધી ઉભા થઈ ગયા છે. આ હાઈ વોલ્ટેજ વિજ લાઇન નીચે ભૂતકાળમાં મજૂરો અને કારીગરોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે, છતાં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરતું નથી.
આ વિસ્તારમાં રહેતા લોકો અને કામ કરતા મજૂરો સતત જીવના જોખમે છે. આ જોખમી પરિસ્થિતિને જોતાં પ્રશ્ન ઉઠે છે કે, ક્યારે તંત્ર જાગશે? આવા કેટલા નિર્દોષ લોકોના મોત થયા બાદ જ આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે? આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસેથી ઝડપી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.