Get The App

વડોદરા શહેરમાં પોલીસ પરવાનગી વિના રાજકીય કાર્યક્રમો કરનારા સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા શહેરમાં પોલીસ પરવાનગી વિના રાજકીય કાર્યક્રમો કરનારા સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત 1 - image


Vadodara : વડોદરા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો આમને સામને આવી કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે ત્યારે પોલીસ પરમિશન લીધા વિના પણ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે સામે હવે પોલીસ ફરિયાદ કરવાની માગણી શરૂ થઈ છે.

ગઈકાલે રાત્રે તાંદળજા વિસ્તારમાં યોજાયેલા ગેરકાયદે કાર્યક્રમ અંગે ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પોલીસ કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, વડોદરામાં આવેલ તાંદલજા વિસ્તારમાં તા.22-04-2025ના રોજ પોલીસ પરમીશન વગર હજારોની સંખ્યામાં વકફ બીલ તેમજ યુ.સી.સી. ના કાયદાના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તેમજ મહિલાઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. જેથી આ વિરોધ પ્રદર્શનમાં કોઈપણ જાતની મંજુરી વગર આયોજન કરી અનેક મહિલા તેમજ બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. કારણકે જો કોઈપણ જાતની મંજુરી વગર તેમજ કોઈપણ જાતની તકેદારી વગર આ વિરોધ પ્રદર્શન રાખ્યું હોય અને જો આ જગ્યા પર કોઈ અણ બનાવ બન્યો હોત તો અનેક લોકોના જીવને જોખમ ઉભું થાત, તેમજ આ કાર્યક્રમ માટે એક પત્રિકા બહાર પાડી હતી જેમાં પોલીસ પરમીશન મળી ગયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આવી કોઈ પરમીશન મેળવેલ ન હતી. જેથી લોકોને ગેરમાર્ગે દોરી ખોટી રીતે આ વિરોધમાં બોલાવેલ માટે આ પત્રિકા બહાર પાડનાર તેમજ આ વિરોધ પ્રદર્શનનુ આયોજ્ન કરનાર તેમજ લોકોને ગેરમાર્ગે દોરનાર વિરોધ પ્રદર્શનના આયોજક સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં આ વિરોધ પ્રદર્શન રાખેલ હોય જે.પી.રોડ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આ લોકો સામે જાહેરનામાં ભંગ તેમજ ખોટી પોલીસ પરમીશનની પત્રિકા બહાર પાડનાર લોકો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવે.

એ જ રીતે તાજેતરમાં ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનના કાર્યક્રમ અંગે કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના ચેરમેન મહેશ સોલંકીએ પોલીસ કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, તારીખ 17/4/2025 ના રોજ સાંજે 5:30 કલાકે દાંડિયા બજાર ચાર રસ્તા પાસે જાહેરમાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિતની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના રાજકીય નેતા અને સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું પૂતળું સળગાવવામાં આવ્યું હતું અને બે કલાકથી વધારે સમય સુધી સૂત્રોચાર તથા જાહેર જનતાને નુકસાન થાય તેવી રીતના ટ્રાફિકજામ કરવામાં આવ્યો હતો. તે સમયે દરમિયાનમાં એક અકસ્માત થયેલ એમ્બ્યુલન્સ વાનને જવામાં પણ તકલીફ પડી હતી. જેથી એમ્બ્યુલન્સને રોંગ સાઈડ પર જવાની ફરજ પડી હતી. આ તમામ બાબતો પરત પરના હાજર પોલીસ અધિકારીઓએ મૂક પ્રેક્ષક બની નિહાળી રહ્યા હતા અને ભાજપના જાણીતા ચહેરાઓ કે જેઓ સોશિયલ ટીવી મીડિયામાં દેખાઈ રહ્યા છે તેમની સામે કાયદાકીય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જેથી અમારી આ ફરિયાદથી આપને રજૂઆત છે કે આ તમામ બાબતના જાહેરમાં ગુનાહિત કૃત્યો કરનાર ભાજપના યુવા અધ્યક્ષ પાર્થ પુરોહિત તથા બીજા સોશિયલ મીડિયામાં દેખાતા તમામ કે જેમની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવે અને ગુનાહિત કૃત્ય કરતા જણાઈ આવે તે તમામની સામે ફોજદારી રાહે જાહેરનામાનો ભંગ તથા જાહેરમાં પૂતળું સળગાવવા અંગેનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

Tags :