આરટીઓમાં ફરી લર્નિંગ લાયસન્સ માટેના ટેસ્ટ લેવાય તેવું આયોજન
આઇટીઆઇ અને પોલીટેકનીકમાં કોમ્પ્યુટર ટેસ્ટ લેવાય છે ત્યારે
આગામી દિવસોમાં અરજદાર ઓનલાઇન ટેસ્ટ આપી શકે તે માટે પણ સિસ્ટમ અમલી બનશે
રાજ્ય સરકાર દ્વારા આરટીઓની મોટાભાગની સેવા-જવાબદારીઓ અન્ય
વિભાગને કે તેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે પાકા લાયસન્સની
મહત્વની કામગીરી જ આરટીઓ પાસે રહી છે તેવી સ્થિતિમાં લર્નીંગ લાયસન્સની જવાબદારી
પણ ફરી આરટીઓને સોંપવા માટેનો તખ્તો સરકારકક્ષાએ તૈયાર થઇ રહ્યો છે. આ અંગે મળતી
માહિતી પ્રમાણે, આગામી
દિવસોમાં અજદાર કોઇ પણ જગ્યાએ ગયા વગર ઓનલાઇન જ લર્નીંગ લાયસન્સ માટે કોમ્પ્યુટર
ટેસ્ટ આપી શકે તેવી સિસ્ટમ અમલી બનનાર છે સાથે સાથે આઇટીઆઇ અને પોલીટેકનીક ખાતે જે
કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવતી હતી તે ટેસ્ટ આરટીઓમાં પણ લેવાય તે માટે પણ
ગતિવીધીએ ચાલી રહી છે. આ માટે ગાંધીનગર આરટીઓ ખાતે પણ લર્નીંગ લાયસન્સ માટેની
અલાયદી જગ્યાને યોગ્ય કરવામાં આવી રહી છે.
અહીં કોમ્પ્યુટર સહિતની વિવિધ સિસ્ટમ તથા સીસીટીવી સજ્જ રૃમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે નજીકના ભવિષ્યમાં જ શરૃ કરવામાં આવનાર હોવાનું પણ સુત્રોમાંથી માહિતી મળી રહી છે. હવે આરટીઓમાં લર્નીંગ લાયસન્સ માટેની ટેસ્ટ લેવાનું શરૃ થયા બાદ આઇટીઆઇ અને પોલીટેકનીકમાં કોમ્પ્યુટર ટેસ્ટની સુવિધા શરૃ રાખવામાં આવે છે કે નહીં તે તો જોવુ જ રહ્યું.