Get The App

વડોદરા: દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
વડોદરા: દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન 1 - image


મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની 45 થી 85 બસો દોડાવાશે

વડોદરા, તા. 09 નવેમ્બર 2023 ગુરૂવાર

દિવાળીના તહેવારોને અનુલક્ષીને બહારગામ વતનમાં પોતાના સ્વજનો સાથે દિવાળીની ઉજવણી કરવા લોકો એ એસટી બસો દ્વારા જવાની શરૂઆત કરી દીધી છે, અને સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશન પર લોકોનો ધસારો થતાં તેને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવવાની શરૂઆત કરી છે. 

વડોદરા: દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન 2 - image

વડોદરા થી અમદાવાદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ઘસારો વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખીને તારીખ  10 સુધી વડોદરા બસ સ્ટેશનથી વધારાની 45 બસ દોડાવવાનું આયોજન કર્યું છે. આમ તો રોજની 85 બસ દોડે છે એ ઉપરાંત આ વધારાની બસ છે .તારીખ 11 થી 14 સુધી તહેવારોના દિવસો હોવાથી 45 માંથી 85 વધારાની બસ દોડાવવા આયોજન કરાયું છે. જેથી કરીને મુસાફરોના ધસારાને પહોંચી વળી શકાય. તહેવાર પૂરો થયા બાદ તારીખ 15 થી 19 સુધી ટ્રાફિક થોડો ઓછો થશે છતાં પણ વધુ 45 બસ ચાલુ રાખવામાં આવશે. 

એસ. ટી વિભાગ દ્વારા જે શિડયુલ એસટી બસો છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ છે, પરંતુ વધારાની જે એસટી બસો દોડાવવાની છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ રાખી નથી.


Google NewsGoogle News