ચોમાસામાં ભુવાઓની ભરમાર: ભંગાણ દુરસ્તીના થયેલા ડઝન કામ માટે રૂ.15 કરોડ ઉપરાંતની રકમ ચૂકવાશે
Image: Freepik
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ, વરસાદી પ્રોજેક્ટ સહિતના થતા કામોમાં તાત્કાલિક રીતે જરૂરિયાત હોય તેવા કામો ટેન્ડર પ્રક્રિયા વિના કલમ ૬૭(સી) હેઠળ કરવામાં આવતા હોવા મામલે અલગ અલગ હેડ હેઠળ રૂ. 15 કરોડ ઉપરાંતના કામના ખર્ચ અંગે સ્ટેન્ડિંગ કમિટીને માહિતગાર કરાઈ છે.
પાલિકામાં ૬૭(૩)સીના આ વખતે એક ડઝન જેટલા કામો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કારેલીબાગ વાયરોક હોસ્પિટલથી બહુચરાજી પેટ્રોલ પંપ તરફના માર્ગ પર પડેલ ભંગાર દૂરસ્તીની કામગીરી માટે ₹5.48 લાખનો ખર્ચ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
સંગમ ચાર રસ્તાથી ઇન્દ્રપુરી તરફ મુખ્ય માર્ગ પર દ્રેનેજ લાઈન પર ભંગાણ દુરસ્તીની કામગીરી માટે રૂપિયા 15 લાખ ઉપરાંતનો ખર્ચ થયેલ છે. અકોટા રોડ પર પ્રથમ પ્લાઝા સામે હયાત ટૂંક લાઇન પર ભંગાણ દુરસ્તી હેઠળ રૂપિયા 3.13 લાખનો ખર્ચ થયેલ છે. અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે મંદિર પહેલા ટૂંક લાઇન પર થયેલ ભંગાર દૂરથી ની કામગીરી માટે રૂપિયા 9.87 લાખ,કલાલી એપીએસના અંદરના ભાગમાં હયાત ડ્રેનેજ ગ્રેવીટી લાઈન પર ભંગાર દૂરસ્તીની કામગીરી માટે રૂપિયા 35.32 લાખનો ખર્ચ કરાયો છે. અકોટા ચાર રસ્તા પાસે મંદિર સામે હયાત ટૂંક સુવર ગ્રેવિટી લાઈન પર ભંગાણ થતા આ માટે થયેલ કામગીરી પેટે રૂ. 9.85 લાખનો ખર્ચ થયો છે. અકોટા રોડ પર અકોટા એવન્યુ પાસે હયાત ટૂંક સુવર ગ્રેવીટી લાઈન પર ભંગાણની દુરસ્તીની કામગીરીનું રૂ. 16.29 લાખનું બિલ આવ્યું છે. નિઝામપુરા અતિથિગૃહ અને નિઝામપુરા સ્મશાન પાસે મળી કુલ બે જગ્યાએ ભૂખિ કાશ પરની વરસાદી ચેનલ (નાળા) પર પડેલ ભંગાણ દુરસ્તીની કામગીરી માટે ₹8.61 લાખનો ખર્ચ. ચાલુ વર્ષે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં વહીવટી વોર્ડ 2માં આવેલ લક્ષ્મીકુંજ અને જય યોગેશ્વર સોસાયટી વચ્ચેના 9 મીટરના ટીપી રસ્તે 1200 મી.મી.ની જર્જરીત વરસાદી લાઈન પર પડેલ ભંગાણ રિપેર કરવાની કામગીરી પેટે રૂ. 8.19 લાખનું બિલ બજાવ્યું છે. સૂચવેલ બિલની રકમ ઉપરાંત વિવિધ કામમાં જીએસટીનો ઉમેરો કરીને નાણાં ઇજારદારોને ચુકવાશે
શહેરમાં 95 ભુવા પડ્યા, 67(3)સીના હજુ વધુ કામો રજૂ કરાશે
પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ વખતે ₹15 કરોડ ઉપરાંતના એક ડઝન જેટલા 67 ત્રણ સી ના કામો આવ્યા છે ત્યારે મોટાભાગના કામો પડેલા ભુવા અંગેના છે પાલિકાના સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે 95 જેટલા ભુવા પડ્યા હતા અને તેની તાત્કાલિક ધોરણે મરામતની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આવા હજુ વધુ કામો રજૂ કરવામાં આવશે.