Get The App

વડોદરા: સમા વિસ્તારમાં ચોમાસામાં વરસાદી લાઈન પર સર્જાયેલો ભુવો કોર્પોરેશનને 44 લાખમાં પડ્યો

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
વડોદરા: સમા વિસ્તારમાં ચોમાસામાં વરસાદી લાઈન પર સર્જાયેલો ભુવો કોર્પોરેશનને 44 લાખમાં પડ્યો 1 - image


ભુવાના કારણે ડ્રેનેજ લાઈન અને બે મશીન હોલ પણ નુકસાન પામ્યા હતા

વડોદરા, તા. 10 નવેમ્બર 2023 શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરઝોનમાં વહીવટી વોર્ડ નંબર 2 માં સમા સંજયનગર પાસે ભંગાણ સાથે ભુવા સ્વરૂપે મોટો ખાડો સર્જાયો હતો ,જે કોર્પોરેશનને 44 લાખમાં પડ્યો છે. સમા વિસ્તારમાં સમા સંજયનગર નાળા પાસેથી પસાર થતી 48 ઇંચ ડાયામીટરની વરસાદી ગટર લાઇન ઉપર તા.૧૬-૦૭-૨૦૨૩ ના રોજ સવારના સમયે ભુવો પડ્યાની ફરીયાદ સ્થાનિક સભાસદ દ્વારા કરવામાં આવી હતી. 

વડોદરા: સમા વિસ્તારમાં ચોમાસામાં વરસાદી લાઈન પર સર્જાયેલો ભુવો કોર્પોરેશનને 44 લાખમાં પડ્યો 2 - image

કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ તપાસ કરતાં વરસાદી ગટર લાઈન ઉપર આ ભંગાણ પડેલું હતું. એટલું જ નહીં 12 ઇંચ ડાયામીટરની ડ્રેનેજ લાઈન તથા બે મશીનહોલ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર અને શાળાઓ હોવાથી સલામતી માટે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને તથા વરસાદની આગાહી જોતા વરસાદી લાઇન સંપૂર્ણપણે ચોકઅપ ન થાય તથા વરસાદી પાણીનો નિકાલ થવામાં અવરોધ ન આવે તેમજ બીજી કોઈ બિન-સલામતી ની સમસ્યા ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રીપેરીંગ કામ કરવું પડે તેમ હતું. પરિણામે જીપીએમસી એક્ટ ૬૭(૩)(સી) હેઠળ કામગીરી માટે તા.૨૫ જુલાઈ ના રોજ સૈદ્ધાંતિક મંજુરી આપેલ હતી. તા.૨ ઓગસ્ટ થી વર્કઓર્ડર આપી સ્થળ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભંગાણ પામેલ ડ્રેનેજ લાઇનના મશીનહોલમાં આવતાં મલિનજળ તથા વરસાદી ગટરના પ્રવાહનું પ્રમાણ અત્યંત વધુ હોવાથી પંપો મુકી ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન ભંગાણની કામગીરી પૂર્ણ કર્યા બાદ વરસાદી ગટર લાઈન અને ડ્રેનેજ લાઈન ચાલુ કરી દેવામાં આવી હતી. આ કામગીરીમાં અંદાજ કરતા 38% વધુ ભાવથી 44.15 લાખનું કામ કરવામાં આવ્યા પછી સ્ટેન્ડિંગ સમિતિએ દરખાસ્ત મંજૂર કરી છે. 


Google NewsGoogle News