વડોદરાના કોટંબી પાસે પીકઅપ વાન પલટી જતાં કેનાલમાં ખાબકી, ચાર લોકોના મોત

Updated: May 29th, 2024


Google NewsGoogle News
વડોદરાના કોટંબી પાસે પીકઅપ વાન પલટી જતાં કેનાલમાં ખાબકી, ચાર લોકોના મોત 1 - image


Vadodara: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ત્યારે હવે વડોદરાથી અક્સમાતની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પીકપ વાન પલટી જતા કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. 

પીકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી ખાઈને કેનાલમાં ખાબકી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાલ લોકોના મોત થયા છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે.

મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના

સૂત્રોના જણાવ્યાનુસાર પીકઅપવાનમાં 12 લોકો સવાર હતા. જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે.

વડોદરાના કોટંબી પાસે પીકઅપ વાન પલટી જતાં કેનાલમાં ખાબકી, ચાર લોકોના મોત 2 - image


Google NewsGoogle News