Get The App

જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પાસે આવેલી આજી નદીમાં પીકઅપ વાહન ખાબકયું: ડ્રાઈવરનો બચાવ

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પાસે આવેલી આજી નદીમાં પીકઅપ વાહન ખાબકયું: ડ્રાઈવરનો બચાવ 1 - image


જામનગર જિલ્લાના ધ્રોલના લતીપર-ટંકારા રોડ પર આજી નદીના પુલ નીચે ગઈકાલે બપોરે પાણીના કેરબા ભરેલું પીકઅપ વાન એકાએક પુલ ઉપરથી નીચે ખાબકતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પાણીના કેરબા ના કારણે બોલેરો પાણીમાં તરતો રહ્યો હતો, અને તેના ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ વિચિત્ર અકસ્માત ના બનાવની વિગત એવી છે કે મોરબીના ટંકારા થી-જામનગરને જોડતા લતીપર હાઈવે પર આજી નદીના પુલ પરથી ગઈકાલે બપોરે એક મિનરલ વોટર ભરેલું છોટા હાથી નદીમાં ખાબકયું હતું. છોટા હાથીના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ વાન (મારુતી કેરી) પુલ પરથી નદીમાં ખાબકયું હતું. 

જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આજી નદીના પુલ પરથી ૫૦ ફૂટ ઉપરથી નદીમાં છોટાહાથી ખાબકયું હતું. જો કે વાહનચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી, અને તે બહાર બોનેટ ઉપર બેસી ગયો હતો.

જે બોનેટ પર  બોલેરો ચાલક બેઠો હતો, તે અંગે પુલ ઉપરથી પસાર થનાર અન્ય વ્યક્તિઓએ પોતાના મોબાઈલ ફોનમાં તેનો વિડીયો બનાવી લીધો હતો અને ગઈકાલે દિવસ દરમિયાન તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે મળતથી તંત્રને જાણ થતા ડ્રાઇવરને આખરે બોલેરો ઉપરથી ખેંચી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ બોલેરોને પાણીમાંથી બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉપરોક્ત પુલ રાજાશાહી વખતનો છે, અને એકદમ સાંકડો હોવાથી અવાર નવાર આ પુલ પરથી વાહનો નદીમાં ખાબકવાની ઘટના બનતી રહે છે. વહીવટી તંત્ર એ આ મામલે સતર્કતા દાખવવી અત્યંત જરૂરી બની છે.

Tags :