રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે અધિકારીઓ સામે કાર્યવાહી, SITએ જવાબદારી નક્કી કરતાં કરાયા સસ્પેન્ડ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
rajkot agnikand


Rajkot TRP Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પીડિતોના અને મૃતકોના પરિવારો ન્યાય માંગી રહ્યા છે અને એ તરફ પગલાં ભરતાં તપાસ સમિતિ દ્વારા અધિકારીઓ સહિત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. SITએ આ સમગ્ર ઘટના મામલે વધુ બે અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરતાં હવે તેઓની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. 

રાજકોટ અગ્નિકાંડમાં વધુ બે અધિકારીનો ભોગ લેવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બે અધિકારીઓ છે પીઆઈ વણઝારા અને પીઆઇ ધોળા. આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  2021 માં આ બંને પીઆઇ રાજકોટમાં હતા જેના માટે SITએ બંનેની જવાબદારી ફિક્સ કરી હતી.  ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

આ ઘટનામાં અગાઉ આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સાગઠિયા (Mansukh Sagathia) પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે. એસીબીએ તપાસ શરૂ કરતાં 2012ની સાલથી લઈ 2024ની સાલ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી રૂ.10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.



Google NewsGoogle News