Get The App

ગુજરાતની ફિઝિયોથેરાપી કાઉન્સિલનું અસ્તિત્વ મટાવી દેવામાં આવ્યું

ગુજરાત ફિઝિયોથેરપી કાઉન્સિલ વિધેયક બહુમતીથી પસાર

ગુજરાત એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ ફિઝીયોથેરપી કાઉન્સિલની કામગીરી કરવા માડશે ફિઝિયોથેરપી કાઉન્સિલ જરૃર નથી

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
ગુજરાતની ફિઝિયોથેરાપી કાઉન્સિલનું અસ્તિત્વ મટાવી દેવામાં આવ્યું 1 - image


(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,શુક્રવાર

ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી હવે પછી ગુજરાત એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ સંભાળી લેવાની હોવાથી ગુજરાત ફિઝિયોથેરપી કાઉન્સિલનું અસ્તિત્વ મિટાવી દેતું વિધેયક આજે ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરી દેવામાં આવ્યું છે. ફિઝીયોથેરપી કાઉન્સીલનું ફંડ, સંસાધનો, માનવબળ અને તેને મલેલા તમામ  અધિકાર અને જવાબદારીઓ હવે ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં  તબદીલ થઈ જશે.

આરોગ્યમંત્રી ષિકેશ પટેલે આજે ૧૫મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેેયક ગૃહમાં રજૂ કર્યું હતુ. ષિકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એક્ટ, ૨૦૧૧ રાજ્યમાં અમલમાં છે. આ કાયદા હેઠળ જ ગુજરાત સ્ટેટ કાઉન્?સીલ ફોર ફિઝીયોથેરાપીની રચના કરવામાં આવી હતી. તાજેતરમાં ભારત સરકારે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેસનની રચના કરી છે. કમિશનનો હેતુ દેશભરના એલાઈડ અને હેલ્થકેર વ્યવસાયિકોના શિક્ષણ અને સેવાઓના ધોરણોના નિયમન અને દેખરેખ કરીને સંસ્થાઓનું મુલ્યાંકન, સેન્ટ્રલ અને સ્ટેટ રજીસ્ટરની જાળવણી, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિગેરે કરવા માટેનો છે.

ભારત સરકારના કાયદાની કલમ-૨૨ની જોગવાઈ મુજબ દરેક રાજ્યએ સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કરવાની થતી હોવાથી ગુજરાત સરકારે પણ ૨૬મી નવેમ્બર ૨૦૨૪ના જાહેરનામું બહાર પાડીને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કર હતી. ગુજરાતમાં અત્યારે પાંચ સરકારી તેમજ ૬૮ સ્વ-નિર્ભર મળીને કુલ-૭૩ ફિઝિયોથેરાપી કોલેજો કાર્યરત છે. 



Google NewsGoogle News