Get The App

ગાંધીનગરમાં ફિલાવિસ્ટા ઉત્સવ: ટપાલ ઈતિહાસ, દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
PhilaVista Festival


PhilaVista Festival in Gandhinagar: ગાંધીનગરમાં ટપાલ વિભાગ દ્વારા મહાત્મા મંદિર નજીકમાં દાંડી કૂટિર, સેક્ટર 13 ખાતે આગામી 19-20 નવેમ્બરના રોજ ફિલાવિસ્ટા-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલાવિસ્ટા-2024 નો ઉદ્દેશ્ય પર્યટકો અને મુલાકાતીઓ ટપાલ ટિકિટો, ટપાલ ઈતિહાસ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓની જાણકારી મેળવે અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે. નોંધનીય છે કે, ટપાલ ટિકિટ સાથે સંકળાયેલી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની કળા માટે અંગ્રેજીમાં ફિલાટેલી શબ્દ છે.    

અહીં દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે

જેમાં પ્રદર્શનમાં વિવિધ પ્રકારના ફિલાટેલિક સમાન, જેમ કે દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ઉપલબ્ધ હશે, જેની મુલાકાતીઓ સ્થળ પર ખરીદી કરી શકશે. આ સાથે ફિલાવિસ્ટા-2024માં ફિલાટેલીના શોખીન વ્યક્તિઓ માટે એક ઉત્સાહવર્ધક મંચ પૂરું પાડશે અને દરેક વયના મુલાકાતીઓ માટે સમૃદ્ધિપૂર્ણ અનુભવ મળશે.

ગાંધીનગરમાં ફિલાવિસ્ટા ઉત્સવ: ટપાલ ઈતિહાસ, દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે 2 - image

આ પણ વાંચો : અમદાવાદના ભાટ સર્કલ પર રૂ.120 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજનું કામ શરૂ, આવતીકાલથી બે વર્ષ સુધી ડાયવર્ઝન

બાળકોમાં ફિલાટેલીનો શોખ જગાડવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન

આ ઉપરાંત, નાની ઉંમરના બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ક્વિઝ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા અને ટિકિટ ડિઝાઈનિંગ સ્પર્ધાનો સમાવેશ થાય છે. જેમાં સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાનો પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ કરશે.


Google NewsGoogle News