જેતપુરમાં ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની ના પાડતા ફાર્માસિસ્ટ પર હુમલો

Updated: May 8th, 2024


Google NewsGoogle News
જેતપુરમાં ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની ના પાડતા ફાર્માસિસ્ટ પર હુમલો 1 - image


શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં બનેલો બનાવ : ધસી આવેલા ત્રણ શખ્સોએ ઊંઘની દવા માગતા મેડીકલ સ્ટોર ધારકે ઈનકાર કરી દેતાં ઢીકાપાટુંનો માર માર્યો

જેતપુર, : અહીના બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોરમાં ઊંઘની દવા લેવાં ગયેલ ત્રણ શખ્સોએ મારામારી કરી હતી. મેડિકલ સ્ટોરના કર્મચારીએ ઊંઘની દવા તબીબના લખાણ વગર ન મળે  તેમ કહેતાં ઢોર મારમાર્યો હતો. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

બનાવ અંગે જેતપુરમાં જુના પાંચપીપળા રોડ પર ગુજરાતીની વાડીમાં શ્રી પાર્ક સોસાયટીમાં રહેતાં મીતભાઈ હરેશભાઈ ચાંદવાણી (ઉ.વ. 20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હુસેન અજવાણી, ઇમરાન અજવાણી અને એક અજાણ્યાં શખ્સ (રહે. ત્રણેય ગોવિંદ્રામાં ,જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સાડા ચાર વર્ષથી જેતપુરમાં બોખલા દરવાજે આવેલ  મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે.

ગઈકાલે સાંજના આઠેક વાગ્યાની આસપાસ  અજાણ્યા ત્રણ શખ્સો આવેલ હતા. જેમાંથી હુસેન અજલાણી નામના શખ્સે ે કહેલ કે,' અમારે ઉંઘની દવા જોઇએ છે ,તો મને તે આપો 'તેમ વાત કરતા તેને કહેલ કે, 'ડોકટરનું લખાણ છે તો  દવા આપીએ, લખાણ વગર દવા આપતા નથી  'તેમ કહેતાં હુસેન અજલાણીએ કહેતા તે ઉગ્ર બની ગયેલ  હતો.અને ગાળો આપવા લાગેલ હતો.જેથી તેમને ગાળો આપવાની ના પાડતા  વધુ ઉગ્ર બની ઢીકા-પાટુનો માર મારવા લાગેલ હતો. અને તેની સાથે આવેલ  હુસેન અજલાણીનો ભાઇ ઇમરાન અજાલાણી પણ  ઢીકા-પાટુનો માર મારવા લાગેલ હતો. બાદમાં લોકો દોડી આવતાં હુમલાખોર ત્રણેય શખ્સોએ' તારે અમને ઉંઘના ટીકડા આપવા જ પડશે ,જો નહીં આપે તો તને મારીશુ અને તું જીવતો રહીશ નહિં 'તેમ ધમકી આપી નાસી છૂટયા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


Google NewsGoogle News