સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં PGVCLની ટીમના દરોડા, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ
Representative image |
Electricity Theft In Saurashtra: સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં PGVCL દ્વારા વીજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર-સોમનાથ અને જામનગર જિલ્લામાં PGVCLની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી.
18 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ
મળતી માહિતી અનુસાર, પીજીવીસીએલની ટીમ દ્વારા ગીર-સોમનાથના દામલી, દેવળી સીંધાજ, કડોદરા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કર્મચારીઓ દ્વારા 450 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 18 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો: PMJAY યોજનામાં ગેરરીતિ: રાજ્યની 5 હોસ્પિટલ અને 2 ડોક્ટર સસ્પેન્ડ, 50 લાખ સુધીની પેનલ્ટી
જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. તેઓને 59.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.