જામનગરના જામજોધપુર-લાલપુર અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં PGVCLની ટીમનો દરોડો, 49.25 લાખની વીજ ચોરી ઝડપાઈ
image : Filephoto
- 58 વીજ ચેકિંગ ટુકડી મારફતે ચેકીંગ દરમિયાન 49.25 લાખની વીજ ચોરી ઝડપાઈ
જામનગર,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સોમવારે જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તેમજ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, અને 58 જેટલી ચેકિંગ ટુકડી મારફતે 118 વિજ જોડાણમાંથી 49.25 લાખની વીજ ચોરી પકડી પાડી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા આજે જામજોધપુર તાલુકાના મોટા કાલાવડ, મોરઝર, જોગરા, સાઈદેવળીયા, રબારીકા સહિતના ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું,
આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ખાવડી, બેડ, રાવલસર અને વસઈ ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાલપુર તાલુકાના આરબલુસ, ઈશ્વરીયા મેઘનાગામ સહિતના વિસ્તારોમાં પણ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું.
52 જેટલી વીજ ચેકિંગ ટુકડી દ્વારા કુલ 588 જેટલા વિજ જોડાણને ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 118 વિજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડી હતી, અને તેઓને 49.25 લાખના વિજ ચોરીના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે.