જામનગરના લાલપુરમાં PGVCLની ટુકડી તથા પોલીસે સંયુક્ત રીતે દારૂના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતું વીજ ચેકિંગ કરતા નાસભાગ
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જુદા જુદા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી, અને અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા તો તેઓ સામે એકથી વધુ દારૂના કેસ થયા હોય તેવા 22 જેટલા બુટલેગરોના નામોની યાદી બનાવવામાં આવી હતી, અને લાલપુરના પી.એસ.આઇ તેમજ અન્ય પોલિસ સ્ટાફ, જીઆરડીના જવાનો ઉપરાંત પીજીવીસીએલની ટીમને સાથે રાખીને આજે વહેલી સવારે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉપરોક્ત ચેકિંગ દરમિયાન જુદા જુદા 10 ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. આવા 10 બુટલેગરરોના મકાનના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા, અને તેઓને રૂપિયા 3,40,000 ના દંડ સહિતના પુરવણી કરવામાં આવ્યા છે. લાલપુર પોલીસ અને વિજ તંત્રની ઓચિંતી કાર્યવાહીને લઈને વિજચોરો અને બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.