Get The App

વીજ ચોરી સામે PGVCLનો સતત ચોથા દીવસે તરખાટ : તાલુકા અને જામજોધપુરમાં વ્યાપક દરોડા , કુલ 2.50 કરોડની વીજચોરી ઝડપી

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
વીજ ચોરી સામે PGVCLનો સતત ચોથા દીવસે તરખાટ : તાલુકા અને જામજોધપુરમાં વ્યાપક દરોડા , કુલ  2.50 કરોડની વીજચોરી ઝડપી 1 - image


Jamnagar PGVCL : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ઉપરાંત જામજોધપુર પંથકમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું અને અને 41 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. જે ચેકિંગ દરમિયાન 102 વિજ જોડાણમાંથી રૂપિયા 54.85 લાખના વીજ  ચોરી પકડી લેવાઇ જેને ચાર દિવસ દરમિયાન વીચ ચોરીનો આંકડો અઢી લાખને પાર પહોંચ્યા છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે સતત ચોથા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર હર્ષદ મિલની ચાલી, નીલકંઠ નગર, સાધના કોલોની સહિતના વિસ્તાર અને કાલાવડ નાકા બહાર વીજ ચેકિંગ કરાયું હતું.

જ્યારે જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ ચેકિંગની કાર્યવાહી ધરાઈ હતી, અને વધુ 54 લાખની વીજ ચોરી પકડાઈ છે. ચાર દિવસના સમયગાળાના કુલ 2,51,74,000 ની વિજ ચોરી પકડાઈ છે.


Google NewsGoogle News