કારની ખરીદીના નામે ચીટીંગ કરનાર શખ્સે 10 રૂપિયાની ચલણી નોટના નંબરનો કોડવર્ડ તરીકે ઉપયોગ કર્યો
જામનગરના એક કાર બ્રોકર મહેસાણાના એક ચીટર શખ્સ ની છેતરપિંડીના શિકાર બન્યા હતાઝ જેમાં તેની સાથે કારના પૈસાની લેતી ના મામલે રૂપિયા 10 ની ચલણી નોટ ના નંબર નો કોડવર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો.
જામનગરમાંજ એક કાર ના વેચાણ નો ટેલીફોનિક સોદો કરાવ્યા બાદ તેણે દસ રૂપિયાની 32-એ 181448 નંબરની ચલણી નોટ નો વોટસએપ મારફતે ફોટો મોકલ્યો હતો, અને તે નંબરના આધારે ચાર લાખ પંદર હજારની રકમ આંગડિયા પેઢી મારફતે પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે પૈસા મળી ગયા બાદ પોતાના જુદા જુદા ત્રણ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ભાગી છૂટ્યો છે.
જામનગર પોલીસ તેમજ કારના બ્રોકર દ્વારા આરોપીને શોધી કાઢવા માટે અનેક સ્થળે દોડધામ કરવામાં આવી હતી, અને ચિટર શખ્સ દ્વારા પૈસાની લેતી લેતી કરાઈ હતી, જે અંગેના કેટલાક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેના વિડીયો ફૂટેજ વગેરે પણ મેળવી લેવાયા છે. જેના આધારે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.