વાપીના બલીઠામાં ટ્રાન્સપોર્ટરને ત્યાં નાણાં માંગવા ગયેલા શખ્સો કેમેરામાં કેદ થયા
- ટ્રાન્સપોર્ટરને ફોન પર દારૂની ખેપ મારવા કન્ટેઇનર આપવા જણાવતા ટ્રાન્સપોર્ટરે ઇન્કાર કરતા રૂ. 10 લાખ માંગ્યા
- બે વાહનમાં હથિયાર સાથે આવેલા શખ્સો દરવાજો નહી ખોલતા પરત ગયા : કેમેરામાં ઘટના કેદ થઇ
વાપી, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર
વાપીના ટ્રાન્સપોર્ટરને ફોનથી દારૂની ખેપ મારવા કન્ટેઇનરની માંગણી કરતા ઇન્કાર કરાતા ફલેટ પેટે બાકી રૂ.10 લાખની માંગણી કરી જાનથી મારી નાંખી દરિયામાં ફેકી દેવાની ધમકી આપી હતી. શુક્રવારે મધરાતે ધમકી આપનાર સાગરિતો સાથે બે વાહનમાં ટ્રાન્સપોર્ટરના ધરે પહોંચી ગયા હતા. જો કે ટ્રાન્સપોર્ટરે મોબાઇલમાં જોતા કેમેરા હથિયારધારી શખ્સોને જોતા દરવાજો ખોલ્યો ન હતો.
વાપીના બલીઠા ગામે માધવ રેસિડેન્સીમાં રહેતા દિપક સિંગ શ્રી ક્રિષ્ણા ટ્રાન્સપોર્ટ નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. દિપક સિંગના મોબાઇલ પર દમણના રનિત મહેન્દ્ર પટેલે દારૂની ખેપ મારવા કન્ટેઇનરની માંગણી કરતા દિપક સિંગ ઇન્કાર કરતા તેણે ફલેટ પેટે બાકીના રૂ.૧૦ લાખની માંગણી કરી હતી. દિપક મારે તને કોઈ નાણાં આપવાના બાકી નથી એમ જણાવ્યું હતું. રનિતે નાણાં નહી આપે તો જાનથી મારી નાંખી દમણના દરિયામાં ફેકી દેવાની ધમકી આપી હતી.
શુક્રવારે મધરાતે રનિત પટેલ, ભદ્રેશ રમેશભાઇ પટેલ, અભિમન્યુ અને 8થી વઘુ સાગરિતો સાથે ફોરચ્યુનર અને બ્રિજા કારમાં દિપક સિંગના ઘરે હથિયાર સાથે પહોંચી ગયા હતા. બાદમાં ફલેટનો દરવાજો ખોલાવવા બેલ મારી રતિને દિપક તુ બહાર નિકળ આજે તને મારી નાંખીશ એમ કહી બિભત્સ ગાળો આપી હતી. જોરજોરથી બુમોનો અવાજ સાંભળી દિપક સિંગ જાગ્યા બાદ મોબાઈલમાં તપાસ કરતા કેમેરા દરવાજા પાસે રતિન અને તેના હથિયારધારી સાગરિતો ઉભેલા જોતા જીવને જોખમ જણાતા દરવાજો ખોલ્યો ન હતોહ નહી ખોલતા થોડા સમય બાદ તમામ શખ્સો વાહનમા રવાના થઇ ગયા હતા. ગઇકાલે શનિવારે રહીશોને જાણ કરી હતી. કેમેરા આખી ઘટના કેદ થઇ હતી. દિપક સિંગ આ મામલે વાપી ટાઉન પોલીસમાં રનિત પટેલ સહિત સાગરિતો સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ફુટેજના આધારે તપાસ આદરી છે.