Get The App

વડોદરાના ગોરવામાં ફરી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી થતા MGVCL ની કચેરી ખાતે લોકોનો હોબાળો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
વડોદરાના ગોરવામાં ફરી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી થતા MGVCL ની કચેરી ખાતે લોકોનો હોબાળો 1 - image


Vadodara MGVCL Smart Meter : વડોદરામાં અગાઉ સ્માર્ટ વીજ મીટર લગાવવાથી અનેક ગણું બિલ આવતું હોવાના આક્ષેપો સાથે જુદા જુદા વિસ્તારોમાંથી ભારે વિરોધ થતાં વીજ નિગમ કચેરી દ્વારા ગ્રાહકોને જુના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવાની શરૂ થયેલી કાર્યવાહીમાં ભારે હોબાળો થયો હતો. વિરોધ થતાં કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ રાખવાને ફરજ પડી હતી. કેટલોક સમય આ કાર્યવાહી બંધ બાદ ફરી એકવાર નવા સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધુણ્યું છે ત્યારે સુભાનપુરા-સમતા વિસ્તારની સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-3માં શરૂ થયેલી કાર્યવાહીથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોના ટોળાએ સુભાનપુરાની કચેરીએ ભારે હોબાળા સાથે સૂત્રોચાર કરી હોબાળો મચાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ચોમાસા અગાઉ શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી વીજ નિગમ કચેરી દ્વારા શરૂ કરી હતી. જેમાં સ્થાનિક રહીશો પાસેથી છેલ્લું લાઈટ બિલ લઈને તેમનું જૂનું કોમ્પ્યુટરાઈઝ્ડ મીટર કાઢીને નવું સ્માર્ટ વીજ મીટર લગાવવાનું કેટલાક વિસ્તારોમાં શરૂ કર્યું હતું. પરંતુ સ્થાનિકોના અનુભવ મુજબ નવા સ્માર્ટ વીજ મીટરથી વીજ બિલ અનેક ગણું વધીને આવતું હોવાના આક્ષેપો સ્થાનિક રોએ રહીશોએ કર્યા હતા. આ ઉપરાંત અગાઉના કોમ્પ્યુટરાઈઝ્ડ વીજબીલના નાણા ભરવામાં મુદત આપવામાં આવતી હતી, પરંતુ નવા સ્માર્ટ વીજ મીટરમાં એડવાન્સમાં ભરવા પડે છે અને જેટલું રિચાર્જ કરાવો એટલો સમય વીજળી વાપરવા મળે. ત્યારબાદ વીજ કનેક્શન કપાઈ જતા હોવાના પણ આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લોકોને થયેલા આવા અનુભવના કારણે સ્માર્ટ વીજ મીટરનો લોકોએ ભારે વિરોધ કર્યો હતો. કેટલાક વિસ્તારમાં હતો સ્થાનિક રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓને પણ પ્રવેશબંધી ફરમાવી દીધી હતી. જ્યારે બીજી બાજુ જે વિસ્તારમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી થઈ હતી ત્યાં તથા અન્ય વિસ્તારમાં ઠેક ઠેકાણે ભારે હોબાળો થયો હતો. પરિણામે વીજ નિગમ કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચારેક મહિના સુધી નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી મુકુફ રખાયા બાદ ફરી એક વખત સ્માર્ટ વીજ મીટરનું ભૂત ધૂણ્યું છે. 

ગોરવા વિસ્તારના કસમતા ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માં આજે ફરી એકવાર વીજ નિગમ કચેરી દ્વારા સ્માર્ટ વિજ મીટર લગાવવા અંગે વીજકર્મીઓ પહોંચી ગયા હતા. વીજકર્મીઓએ સ્થાનિક રહીશોના જુના લાઈટ બિલની માગણી કરી હતી. આ અંગે વીજ ગ્રાહકોએ પૂછપરછ કરતા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહી વીજ નિગમ કચેરી દ્વારા ફરી એક વાર શરૂ થઈ ગયા હોવાની સ્થાનિક રહીશોને વાયુવેગે જાણ થઈ ગઈ હતી. પરિણામે ઉશ્કેરાયેલા લોકોનું ટોળું સુભાનપુરા એમજીવીસીએલની કચેરીએ તાત્કાલિક ધોરણે પહોંચી ગયું હતું. વીજ કચેરીએ પહોંચેલા ટોળાએ ભારે સૂત્રોચાર કરીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાના બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યો હતો.  આમ હવે આગામી દિવસોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા અંગે વીજ નિગમ કચેરી અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે ઘર્ષણ થવાની શક્યતા રહેલી છે.


Google NewsGoogle News