Get The App

'દુષ્કર્મીઓને કડક સજા આપો...' સુરતની ગરબીમાં આરોપીઓને ફાંસીની માગ સાથે રંગોળી બનાવી લોકોએ આક્રોશ ઠાલવ્યો

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
'દુષ્કર્મીઓને કડક સજા આપો...' સુરતની ગરબીમાં આરોપીઓને ફાંસીની માગ સાથે રંગોળી બનાવી લોકોએ આક્રોશ ઠાલવ્યો 1 - image


Surat Navratri : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યાં છે. ત્યારે સુરત સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. નવરાત્રી દરમિયાન જ એક પછી એક દુષ્કર્મની ઘટના બહાર આવતા ખેલૈયાઓમાં દુષ્કર્મીઓ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતીઓનો દુષ્કર્મી પ્રત્યેનો આક્રોશ કોટ વિસ્તારના ગરબાના આયોજનમાં જોવા મળ્યો હતો.  સુરતના કોટ વિસ્તારના ગરબામાં સાથિયા સાથે દુષ્કર્મીઓને મોતની સજા આપો તેવા સુત્રો લખેલા જોવા મળ્યા હતા. 

'દુષ્કર્મીઓને કડક સજા આપો...' સુરતની ગરબીમાં આરોપીઓને ફાંસીની માગ સાથે રંગોળી બનાવી લોકોએ આક્રોશ ઠાલવ્યો 2 - image

નવરાત્રી દરમિયાન મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મહિલાઓ પરના ગુનાઓ રોકવા માટે ઘણી તકેદારી રાખવામાં આવી રહી છે. તેમ છતાં સુરત શહેર ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પાંચ જેટલી ઘટનાઓ દુષ્કર્મની બની છે. આવી ઘટના બાદ ખેલૈયાઓ દુષ્કર્મીઓ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. 

'દુષ્કર્મીઓને કડક સજા આપો...' સુરતની ગરબીમાં આરોપીઓને ફાંસીની માગ સાથે રંગોળી બનાવી લોકોએ આક્રોશ ઠાલવ્યો 3 - image

સુરત શહેરના કોટ વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત ગરબાનું આયોજન થાય છે આ વર્ષે પણ કોટ વિસ્તારના લોકો ઉત્સાહથી પરંપરાગત ગરબા રમી રહ્યાં છે.  આ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના સાથે સાથીયા પણ પૂરવામાં આવે છે. આવી ઘટનાને કારણે હવે સુરતીઓએ સાથીયા સાથે દુષ્કર્મની ઘટના અટકાવવા માટે લખાણ લખીને વિરોધ કરી રહ્યા છે. કોટ વિસ્તારમાં રમાતા ગરબામાં દુષ્કર્મીઓને મોતની સજા આપવાની માંગણી થઈ રહી છે. આ ઉપરાંત છોકરીઓ રમકડું નથી તેનું સન્માન કરો તેવું પણ લખાણ જોવા મળી રહ્યો છે. દુષ્કર્મીઓ સામે આક્રોશ ઉપરાંત ખેલૈયાઓ દુષ્કર્મ અટકાવવા માટેની માંગણી કરી રહ્યા છે. સુરત શહેરમાં ગરબા દરમિયાન દુષ્કર્મનો વિરોધ થઈ રહ્યો છે તેવા લખાણ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.


Google NewsGoogle News