Get The App

ખાંભા પંથકમાં 2ની તીવ્રતાવાળો હળવો આંચકો લોકોએ અનુભવ્યો

Updated: Feb 26th, 2025


Google News
Google News
ખાંભા પંથકમાં 2ની તીવ્રતાવાળો હળવો આંચકો લોકોએ અનુભવ્યો 1 - image


ખાંભાના ઈંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી પંથકમાં કંપન : ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગે આંચકાની પુષ્ટિ કરી

અમરેલી, :અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે 7.33 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી અને આસપાસના ગામોમાં અનુભવાયો હતો.

આ પંથકમાં અચાનક આવેલા ભૂકંપના આંચકાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, સદનસીબે આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે આ ભૂકંપની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.00  હતી અચકા નો અનુભવ થતા આ વિસ્તારના ગામોમાં ફફડાટ ફેલાયો હતો 

Tags :
RajkotAmrelimild-tremor-of-magnitude-2

Google News
Google News