Get The App

જામનગરમાં સાધના કોલોનીમાં હજુ 15 જર્જરિત બિલ્ડિંગોનો ભય : તાત્કાલિક દૂર કરવા કાર્યવાહીની માગ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સાધના કોલોનીમાં હજુ 15 જર્જરિત બિલ્ડિંગોનો ભય : તાત્કાલિક દૂર કરવા કાર્યવાહીની માગ 1 - image

image : Filephoto

Jamnagar : જામનગર શહેરમાં સ્થિત સાધના કોલોનીમાં જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક ધોરણે દૂર કરવાની માગ ઉઠી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના આદેશથી કેટલીક બિલ્ડિંગોને જર્જરિત જાહેર કરીને ખાલી કરાવવામાં આવી હતી. જોકે, હજુ પણ ઘણી બિલ્ડિંગો જર્જરિત હાલતમાં ઉભી છે. આ બિલ્ડિંગો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે, જેના કારણે રહેવાસીઓ અને રાહદારીઓના જીવનને જોખમ સર્જાયું છે. ખાલી પડેલી 15 જેટલી બિલ્ડિંગોમાં આવરા તત્વોનો વસવાટ વધી રહ્યો છે, જેના કારણે ચોરી, દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે. 

સાધનાકોલોનીમાં સ્થિત એસો. ઓફિસ અને મંદિરમાં પણ ચોરીની ઘટનાઓ બની છે. સ્થાનિક રહેવાસીઓએ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રહેવાસીઓનું કહેવું છે કે, જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.


Google NewsGoogle News