વડોદરા પાલિકાના કૃત્રિમ તળાવમાં ગણેશજીની મૂર્તિઓની હાલત જોઇ લોકોની લાગણી દુભાઈ, કુંડના પાણીના કારણે લોકો ત્રાહિમામ
Vadodara : વડોદરા શહેરમાં ભારે આન બાન શાનથી શ્રીજી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર સ્થાપન કરાયેલી શ્રીજી મૂર્તિઓના વિસર્જન અંગે સૌથી વધુ કૃત્રિમ તળાવો બનાવાયા હતા. ગણેશ સ્થાપન આયોજક મંડળો દ્વારા નિયત સમયે શ્રીજી મૂર્તિઓનું નજીકના કૃત્રિમ તળાવે શ્રદ્ધાભેર વિસર્જન કરાયું હતું, પરંતુ ત્યારબાદ નવરાત્રી દિવાળી નવા વર્ષ સહિત ભગવાનના લગ્નના વરઘોડા પણ પ્રસ્થાન થઈ ગયા.
જ્યારે બીજી બાજુ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાયેલી શ્રીજીની અનેક પ્રતિમાઓ પૈકી કેટલીય પ્રતિમાઓ પાણીમાં નહીં ઓગળી હોવાથી પાણી બહાર કેટલી પ્રતિમાઓ અર્ધ ઓગળેલી અવસ્થામાં પાણી બહાર જણાતા લોકોની ધાર્મિક લાગણીઓ દુબઈ રહી છે. ઉપરાંત બંધીયાર પાણીના કારણે ભારે બદબુથી અને મચ્છરોના ત્રાસથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ જવા સાથે મચ્છરજન્ય રોગચાળાની દહેશતથી ગભરાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિવિધ ધાર્મિક મંડળો દ્વારા ગણેશોત્સવ નિમિત્તે 2 શ્રીજી પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું. ત્યારબાદ નિયત સમયે શ્રીજી મૂર્તિ વિસર્જન અંગે શહેરના વિવિધ વિસ્તારમાં કુલ મળીને 12 થી 14 જેટલા કૃત્રિમ તળાવો પાલિકા તંત્ર દ્વારા બનાવાયા હતા. મૂર્તિ વિસર્જન ટાણે નજીકના કૃત્રિમ તળાવે શ્રીજી વિસર્જન શોભાયાત્રા પહોંચતા તંત્ર દ્વારા તૈયાર રખાયેલા તરાપા અને ક્રેન સહિત તરવૈયાઓ ના સહારે શ્રીજી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. આમ છતાં કેટલાય કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાયેલી શ્રીજી પ્રતિમાઓ પાણીમાં ઓગળવાના બદલે અર્ધ ઓગળેલી અવસ્થામાં પાણી બહાર દેખાતી રહી હતી. પરિણામે આવા કૃત્રિમ તળાવો પાસેથી પસાર થતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે.
જ્યારે બીજી બાજુ બંધિયાર પાણીના કારણે મચ્છરોનો આ ભારે ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ ઉપરાંત બંધીયાર પાણીથી ફેલાતી બધુના કારણે પણ પસાર થતા લોકો હેરાન પરેશાન થાય છે. પાલિકા તંત્ર એ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે. જ્યારે બીજી બાજુ લોક મુખે જ એવું ચર્ચાય છે કે શ્રીજી પ્રતિમાનું ધાર્મિક વિધિ મુજબ વિસર્જન કરાયા બાદ તેનો યોગ્ય રહે નિકાલ કરી શકાતો હોવાનું લોક મંતવ્ય છે.