સુરતમાં સતત બીજા દિવસે વરસાદના પાણીના કારણે લોકો પરેશાન

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
સુરતમાં સતત બીજા દિવસે વરસાદના પાણીના કારણે લોકો પરેશાન 1 - image


નવસારી બજારની નિચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા

સતત બીજા દિવસે પણ સુરતમાં વરસાદનું જોર દેખાયું, વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી

સુરત, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર

સુરતમા આજે સતત બીજા દિવસે વરસાદનું જોર જોવા મળ્યું છે. સુરતમાં આજે બપોર બાદ પડેલા દે માર વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. નવસારી બજાર વિસ્તારમાં તો કેટલીક નીચાણમાં આવી હોય તેવી દુકાનોમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા.

સુરતમાં સતત બીજા દિવસે વરસાદના પાણીના કારણે લોકો પરેશાન 2 - image

સુરતમા આજે બપોરે એક વાગ્યા બાદ અચાનક વરસાદ ફરી શરુ થયો હતો. બપોર બાદ વરસાદની તિવ્રતા એટલી હતી કે થોડી જ વારમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. શહેરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. કેટલીક જગ્યાએ પાણી ભરાવાના કારણે વાહનો બગડી ગયા હતા. શહેરના નવસારી બજાર વિસ્તારની કેટલીક નીચાણવાળી દુકાનમા પાણીનો ભરાવો થતાં વેપારીઓની ચિંતામાં વધારો થયો હતો. લોકો પોતાની દુકાનમાંથી પાણી બહાર કાઢતા નજરે પડ્યા હતા.


Google NewsGoogle News