Get The App

જાહેરમાં એકસપાઇરીડેટની દવાઓ ફેંકતા મેડિકલ સ્ટોરને ૧૫૦૦૦ દંડ

ગોત્રીમાં મેડિકલ કોલેજની બાજુમાં આવેલા મેડિકલ સ્ટોર દ્વારા જાહેર રોજ પર મેડિકલ વેસ્ટ ફેંકયો હતો

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
જાહેરમાં એકસપાઇરીડેટની દવાઓ ફેંકતા મેડિકલ સ્ટોરને ૧૫૦૦૦ દંડ 1 - image

વડોદરા તા.20 ગોત્રીમાં ગોવર્ધન ફાર્મા. નામના મેડિકલ સ્ટોર દ્વારા જાહેર રોડ પર એકસપાઇરીડેટની દવાઓ સહિતનો મેડિકલ વેસ્ટ ફેંકતા કોર્પોરેશને રૃા.૧૫ હજારનો દંડ વસૂલ કર્યો હતો.

કોર્પોરેશનના વહીવટી વોર્ડ નં.૯માં સમાવિષ્ટ ગોત્રી વિસ્તારમાં મેડિકલ કોલેજની બાજુમાંજ આ મેડિકલ સ્ટોર આવેલો છે. 

જેણે ઉકત મેડિકલ વેસ્ટ રોડ પર ફેંકી તેનો નિકાલ કરવા પ્રયાસ કરતા તેની જાણ કોર્પોરેશનને થતા કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચીને  મેડિકલ સ્ટોરને નોટિસ આપી હતી, પરંતુ તેણે દંડ ભરી દેવાની તૈયારી દર્શાવતા કોર્પોરેશને સ્થળ પર દંડ વસૂલ કર્ય ોહતો.

મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ નહીં કરવાનો પ્રતિબંધ છે અને તે ગમે ત્યાં ફેંકી શકાતો નથી. હજી બે દિવસ અગાઉ કોર્પોરેશને વોર્ડ નં.૧૨માં વિશ્વામ્ત્રી બ્રિજ પાસે કાટમાળ ઠાલવી રહેલા ટેમ્પાને ઝડપી પાડીને ૧૦૦૦નો દંડ વસુલ કર્યો હતો.




Google NewsGoogle News