Get The App

વડોદરાના શીયાબાગ વિસ્તારમાં પેવર બ્લોકનો વિવાદ : કામગીરી અટકાવતા રહીશોનો વિરોધ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
વડોદરાના શીયાબાગ વિસ્તારમાં પેવર બ્લોકનો વિવાદ : કામગીરી અટકાવતા રહીશોનો વિરોધ 1 - image


Vadodara : વડોદરા શહેરના શીયાબાગ વિસ્તારમાં પેવર બ્લોક લગાવવાના મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે જેમાં એક પણ બ્લોક તૂટ્યા નથી છતાં બદલવામાં આવી રહ્યા હોવાની માહિતીને કારણે કમિશનરે કામ અટકાવી દેતા સ્થાનિક રહીશોએ વિરોધ કરી ગેસ પાણી અને ડ્રેનેજની લાઈનોના ખોદકામને કારણે પેવર બ્લોક ઉબડખાબડ થઈ ગયા હતા અને 14 વર્ષ જુના પેવર બ્લોક બદલવાની કામગીરી ચાલતી હોવાનું જણાવ્યું હતું. શિયાબાગમાં સંપૂર્ણપણે અકબંધ ફૂટપાથ તોડી રૂ.19.77 લાખના ખર્ચે નવો ફૂટપાથ બનાવવામાં આવી રહ્યો હોવાના મુદ્દે વિવાદ સર્જાયો છે.

વડોદરા કોર્પોરેશન રોડ અને ફૂટપાથ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને પણ અપેક્ષિત પરિણામ મળતું નથી. શિયાબાગ વિસ્તારમાં સંપૂર્ણ પણે સલામત ફૂટપાથ ખોદી કાઢવામાં આવ્યો છે. અહી સારા અને મજબૂત પેવર બ્લોક કાઢી રૂ.19.77 લાખના ખર્ચે નવા પેવર બ્લોક નાખી ફૂટપાથ બનાવવા ન્યુ ટેક એન્જિનિરિંગને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા રૂ.19.77 લાખ વેડફી નાખવાં ધુપ્પલ અંગે અધિકારીઓનું કહેવું છે કે આ કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. અગાઉ સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી મંજૂર થયેલું કામ નક્કી થયા મુજબ જ કરવાનું હોય છે.

 સ્થાનિક પૂર્ણિમાબેન પટેલ સહિત રહીશોએ શિયાબાગ વિસ્તારમાં ગેસ લાઇન પાણી અને ડ્રેનેજની કામગીરીને કારણે 14 વર્ષ પહેલા લગાડવામાં આવેલા પેવર બ્લોક જે ઉપરખાબડ થઈ ગયા હતા જે અંગે સ્થાનિક મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકાને જાણ કરી હતી જેને ધ્યાનમાં રાખી જુના પેવર બ્લોક કાઢી નવા લગાડવાની કામગીરી ચાલી રહી છે જે કોઈ ખોટી માહિતી રજૂ કરી મ્યુનિસિપલ કમિશનરને ગેર માર્ગે દોરી રહ્યા હોય તે યોગ્ય નથી ખરેખર આ કામગીરી પ્રજા લક્ષી છે અને વર્ષોથી જૂના થઈ ગયેલા પેપર બ્લોક શિયાબાગના અન્ય વિસ્તારમાં કાઢીને નવા લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં ગેસ પાણી અને ડ્રેનેજના ખોદકામને કારણે યોર બ્લોક તૂટી ગયા છે તે ના સ્થાને નવા પેવર બ્લોક લગાડવા જોઈએ જે અંગે જરૂર પડે મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી સાચી હકીકત જણાવીશું.


Google NewsGoogle News