Get The App

યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, યાત્રાળુઓ અધવચ્ચે ફસાયા

પાવાગઢ રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાઈ

કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા

Updated: Aug 25th, 2023


Google NewsGoogle News
યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, યાત્રાળુઓ અધવચ્ચે ફસાયા 1 - image

યાત્રાધામ પાવાગઢ મંદિરના રોપ-વે અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. પાવાગઢ રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ આજે સાંજે 7:30 વાગ્યે રોપ-વેમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઘણી ટ્રોલીઓ જ્યાં હતી ત્યાં જ થંભી ગઈ, જેના કારણે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. પ્રશાસને રોપ-વેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે. 

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જ આ રોપવેની મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ હતી. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી પાવાગઢ રોપવેની મેઈન્ટેનન્સ કામગીરી હોવાના કારણે રોપવે સેવા બંધ રખાઈ હતી. ત્યારે હવે 12 ઓગસ્ટ શનિવારના રોજથી ફરી શરૂ થયેલી રોપવે સેવામાં મેઈન્ટેનન્સના 15 દિવસમાં ખામી સર્જાઈ છે.


Google NewsGoogle News