વરસાદી પાણીના કારણે પૂરની સ્થિતિ સર્જાતા ખાનગી હોસ્પિટલમાંથી પણ દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા
શહેરમાં જન્માષ્ટમીના દિવસે પડેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી વિશ્વામિત્રી નદીની સપાટી સાંજ પછી વધવાની શરૂ થતા ભયજનક સપાટીને પણ ઓળંગી ગઈ હતી જેના કારણે વિશ્વામિત્રી નદીના પટની આજુબાજુ આવેલી ખાનગી હોસ્પિટલો તેમજ રેસિડેન્સીલ એરિયામાંના પાણી ફરી વળ્યા હતા કેટલીક હોસ્પિટલોમાંથી તો દર્દીઓને અન્ય સ્થળ શિફ્ટ કરવાની ફરજ પડી હતી તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના દિવસે જે રીતે વરસાદ સતત વરસતો હતો તેના કારણે પરિસ્થિતિ વધારે વણશે તેમ જણાતું હતું જેથી અગમ જીતીના પગલા રૂપે હોસ્પિટલ માંથી દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા. વરસાદી પાણી અને વિશ્વામિત્રીના પાણી વધારે ભરાય તો હોસ્પિટલ નો સંપર્ક તૂટી જાય અને દર્દીઓને કોઈ ઇમર્જન્સી હોય તો એટેન્ડ કરી શકાય નહીં જેથી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીઓને સલામત સ્થળે ખસેડ્યા હતા.