Get The App

સિવિલના ટ્રોમા સેન્ટરમાં ચાલતો ઇમરજન્સી મેડિસીનનો વોર્ડ બંધ થતા દર્દીઓ મુશ્કેલીમાં

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
સિવિલના ટ્રોમા સેન્ટરમાં ચાલતો ઇમરજન્સી મેડિસીનનો વોર્ડ બંધ થતા દર્દીઓ મુશ્કેલીમાં 1 - image


- ઇમરજન્સી મેડીસીન વિભાગ વેન્ટિલેટર પર

- ચાર વર્ષ પહેલા ઇમરજન્સી મેડિસિન વિભાગના વડાની નિવૃત્તિ બાદ આ વિભાગની પી.જીની બે સીટ ગુમાવવી પડી છે

 સુરત :

તમામ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ઇમરજન્સી વિભાગએ એક હાર્ટ સમાન ગણાય છે. પણ સુરત નવી સિવિલમાં ઇમર્જન્સી મેડિસિન વિભાગ વેન્ટિલેટર પર હોય એવું લાગી રહ્યું છે. જોકે નવી સિવિલ ટ્રોમા સેન્ટરમાં ચાર વર્ષ પહેલા ઇમરજન્સી મેડિસિન વિભાગની પી.જીની બે સીટ ગુમાવ્યા બાદમાં ઈમરજન્સી વિભાગમાં ચાલતો વોર્ડ બંધ થઈ જતા સારવાર માટે આવતા દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં આવેલા ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી વિભાગમાં ગંભીર ઇજા કે ગંભીર હાલતના સહિતના ૨૦૦ થી વધુ દર્દીઓ પ્રતિદિન સારવાર માટે આવે છે. જોકે આ વિભાગમાં દર્દીને ડોક્ટર દ્વારા સમયસર અને યોગ્ય સારવાર આપવાથી દર્દીના જીવ બચે છે. એટલે દર્દીઓનો સારવાર આપવા માટે આ વિભાગ હાર્ટ સમાન ગણાય છે. પણ છેલ્લા ઘણા સમયથી ઇમરજન્સી વિભાગમાં અમુક વખત દર્દીઓ તકલીફ થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯ પહેલા સિવિલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી મેડિસિન વિભાગમાં વડા ડો. ગુપ્તા સહિતના ડોક્ટરો ફરજ બજાવતા હતા. ત્યારે ઇમરજન્સી મેડિસિન વિભાગની પી.જીની બે સીટ મળવાથી  બે રેસીડન્ટ ડોક્ટરોની મળ્યા હતા. જેના લીધે તે સમયે સિવિલના અધિકારીએ દર્દીને તરત અને યોગ્ય સારવાર મળે તે માટે જુના ટ્રોમા સેન્ટરમાં પહેલા માળે  ઇમરજન્સીનો વોર્ડ શરૃ કરવામાં આવ્યો હતો. જોકે આ વોર્ડમાં ઇમરજન્સી મેડિસિન વિભાગના બે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ત્યાં આવતા દર્દીઓને સારવાર શરૃ કરી વોર્ડમાં દાખલ કરતા હતા. બાદમાં તે ડોક્ટરો દ્વારા દર્દીઓને જે તે વિભાગમાંના વોર્ડમાં શિફ્ટ કરતા હતા. જેને લીધે દર્દીઓને સમયસર અને જરૃરી કે યોગ્ય સારવાર મળતી હતી.

પરંતુ વર્ષ ૨૦૨૦માં ઇમરજન્સી મેડિસિન વિભાગના વડા નિવૃત્ત થયા હતા ત્યારબાદમાં સિવિલના અધિકારીઓએ ગંભીરતા દાખવી ન હોવાથી ઇમરજન્સી મેડિસિન વિભાગના પી.જીની બે સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારબાદ સિવિલ તંત્ર દ્વારા ઇમરજન્સી વિભાગમાં શરૃ કરેલો વોર્ડ બંધ કરી દીધો હતો. જેના લીધે હાલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર આવતા અમુક વખત દર્દીઓ સમયસર વોર્ડમાં દાખલ થતા ન હોવાથી તકલીફ વીઠી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હકીકત જાણવા માટે આજે સવારે સિવિલના તબીબી અધિક્ષક કચેરી ખાતે ગયા હતા પણ તબીબી અધિક્ષક ડો. ધારીત્રી પરમારે વ્યસ્તતાનું કારણ આપી મળવું ટાળ્યું હતું.ં.

 - ઇમરજન્સી મેડિસીન વિભાગમાં ડોકટરોની નિમણૂક કરવા રજુઆત કરી

સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઇમરજન્સી મેડિસિન વિભાગમાં વડા કે કોઈ સિનિયર ડોક્ટરોની નિમણૂક કરવા અથવા ડેપ્યુટીશન પર મૂકવા અને સારવાર માટે આવતા દર્દીને તકલીફ ન પડે તે માટે યોગ્ય કરવા માટે આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.

 - સિવિલમાં ઇમરજન્સી વિભાગ રેસીડન્ટ ડોકટરો ચલાવે છે

નવી સિવિલમાં ટ્રોમા સેન્ટ્રરમાં ઇમરજન્સી વિભાગમાં રોજના ગંભીર ઇજા કે ગંભીર હાલત સહિતના દર્દીઓ સારવાર માટે આવે છે. ેએટલે જે તે વિભાગમાં રેસીડન્ડ ડોકટરો દ્રારા દર્દીને સારવાર આપે છે. બાદમાં તે દર્દીને જે તે વિભાગમાં શીફ્ટ કરે છે. મહત્વની વાત એ છે કેઆ વિભાગમાં ૨૪ કલાક વિવિધ વિભાગના સિનિયર ડોકટરો એટલે કે મદદનીશ પ્રાધ્યાપક ફરજ બજાવતા નથી. જોકે ફોન કરેતો અમુક સિનિયિર ડોકટરો દર્દીને સારવાર આપવા આવે છે. પણ કોઇક વિભાગના સિનિયર ડોકટરો ત્યાં આવતા નથી.  આવા સંજોગોમાં દર્દીઓ તકલીફ પડતી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. બીજી તરફ સિનિયર ડોકટરોની અછત હોવાથી ઇમરજન્સી વિભાગમાં વધારે કલાકે ફરજ બજાવતા નહી હોવાની હોવાનું સુત્રો જણાવ્યું હતું.

 -  ઇમરજન્સી વિભાગમાં વોર્ડ શરૃ થાય દર્દીને યોગ્ય સારવાર મળશે

સિવિલમાં જુના ટ્રોમા સેન્ટરમાં પહેલા માળે  ઇમરજન્સીના દર્દીઓ માટે ૨૦ જેટલા બેડનો વોર્ડ શરૃ કરવામાં આવ્યો હતો. ત્યારે  ઇમરજન્સી મેડીસીન વિભાગના રેસીડન્ટ સહિતના ડોકટરો દ્રારા દર્દીઓને વોર્ડમાં સારવાર શરૃ કર્યા બાદમાં જે તે વિભાગના વોર્ડમાં દર્દીઓને સીફ્ટ કરતા હતા. જોકે હાલમાં ઇમરજન્સી વિભાગમાં અમુક વખત દર્દીઓને  ૨ થી ૪ કલાક બાદ જે તે વોર્ડમાં દાખલ કરવામાં આવતા હતા. જોકે અમુક દર્દી ૬ કલાક પછી પણ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાની પણ અગાઉ ફરીયાદો થઇ હતી. જેથી હાલમાં ફરી ઇમરજન્સી વિભાગમાં અગાઉ જેમ વોર્ડ શરૃ કરવામાં આવે. તો દર્દીઓની તકલીફ દુર થશે અને સમયસર યોગ્ય સારવાર માળશે. એવુ ડોકટરે કહ્યુ હતું.


Google NewsGoogle News