તબીબી સારવાર માટેની મેયર ફંડની સહાયની નવી નીતિમાં મેડિક્લેમ ધરાવતા દર્દીઓની કરાશે બાદબાકી
- ઓક્ટોબર 2023 થી મેયર ફંડ માટેની બેઠક ન થતાં અનેક લોકોને સહાય નથી મળી
- નવી નીતિમાં સહાય મેળવવા માટે ઓરીજનલ બિલની ફાઈલ રજુ કરવા માટે નિર્ણય કરાશે: જેના કારણે ડબલ સહાય મેળવનારાઓ બહાર જતાં અનેક જરૂરતમંદોને મળશે રાહત
Image Source: Freepik
સુરત, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર
સુરત મહાનગરપાલિકા માં મેયર ફંડ ની ગ્રાન્ટ પુરી થતાં ઓક્ટોબર 2023 થી મેયર ફંડ માટેની બેઠક ન થતાં અનેક લોકોને સહાય નથી મળી શકી. ત્રણ ત્રણ મહિનાથી મેયર ફંડ ની બેઠક મળી ન હોવાથી અનેક લોકોએ પોતાની સારવાર બાદ રાહત મેળવવા માટે ફાઈલ મુકી છે તેઓની ધીરજ ખૂટી રહી છે. જોકે, પાલિકા તત્રના મત પ્રમાણે જુની નીતિમાં કેટલાક લોકો મેડીક્લેમ હોય તે પણ રાહત મેળવી રહ્યા ંછે તેના કારણે જરુરત મંદ લોકોને પુરતી સહાય મળતી ન હોવાથી નવી નીતિ બનાવવા માટે કવાયત કરવામા આવી છે. તેમાં મેડિક્લેમ મેળવનારા અરજદારને બાકાત કરવા માટે ઓરીજનલ બીલની ફાઈલ રજુ કરવા કવાયત થઈ રહી છે.
સુરત પાલિકા હદ વિસ્તારમાં રહેતા અને વિવિધ તબીબી સારવાર મેળવનારા જરૂરત મંદ લોકોને મેયર ફંડ માંથી 10 થી 15 ટકા સહાય આપવામાં આવે છે. જોકે, કોરોના બાદ મેયર ફંડમાં સૌથી મોટો વધાયો થયો હતો. આ ઉપરાંત ગત ટર્મની પદાધિકારીઓએ મેયર ફંડમાં વધુ ઉદારતા દાખવતા મેયર ફંડ નું તળિયું આવી ગયું હતું. જેના કારણે મેયર ફંડ ની છેલ્લી બેઠક 23 ઓક્ટોબર 2023 ના રોજ મળી હતી. ત્યારબાદ નવી નીતિ બનાવવા માટે વિચારણા કરવા તથા ફંડ માટેની ગ્રાન્ટ ભેગી કરવા સભા મુલત્વી રાખવા મા આવીહતી.
હાલમાં મેડિકલ સહાય માટે મેયર ફંડની નવી નીતિ બનાવવા માટે કવાયત થઈ રહી છે. જેમાં મેડિક્લેમ ની સુવિધા મેળનાવારા દર્ધીઓને મેયર ફંડની સહાય ન મળે તેવું આયોજન થઈ રહ્યું છે. જેમાં મેડિક્લેમ માં જે રીતે ઓરીજન બીલ મુકવામા આવે છે તેમ મેયર ફંડ સહાય માં પણ ઓરીજનલ બિલ મુકવા માટેનો નિર્ણય થાય તેવું આયોજન થઈ રહ્યું છે. આ નિર્ણયના કારણે મેડિક્લેમ મેળનાવારા અરજદાર મેયર ફંડમાં સહાય ન મેળવે અને જે જરૂરતમંદ છે તેને પૂરતી સહાય મળે તેવું આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત આવકના દાખલા ઉપરાંત સારવાર બાદ સહાય માટેની અરજી કરવાની સમય મર્યાદા પણ નક્કી કરવા આયોજન રહ્યું છે. આવા અનેક સુધારા વધારા સાથે અને જરૂરતમંદોને જ પૂરતી સહાય મળે તે પ્રકારની મેયર ફંડ માટે નવી નીતિ જાહેર કરવા માટે આયોજન થઈ રહ્યું છે.